સોનાલીની ચાર વર્ષની દીકરીએ ભારે ભીડ વચ્ચે પણ મમ્મીની હત્યા પપ્પાએ કેવી રીતે કરી હતી એનું ડ્રૉઇંગ બનાવીને જણાવતાં સંદીપની ધરપકડ કરવામાં આવી હતી.
ચાર વર્ષની દીકરીએ મમ્મીની હત્યાનું રહસ્ય ડ્રૉઇંગ બનાવીને બહાર પાડ્યું.
ઉત્તર પ્રદેશના ઝાંસીમાં ૨૭ વર્ષની સોનાલી બુધૌલિયાના મર્ડરકેસમાં પોલીસે તેના પતિ સંદીપ બુધૌલિયાની ધરપકડ કરી હતી. આ કેસમાં સોનાલીની ચાર વર્ષની દીકરીએ ભારે ભીડ વચ્ચે પણ મમ્મીની હત્યા પપ્પાએ કેવી રીતે કરી હતી એનું ડ્રૉઇંગ બનાવીને જણાવતાં સંદીપની ધરપકડ કરવામાં આવી હતી.
ઝાંસી શહેરના પંચવટી શિવ પરિવાર કૉલોનીની આ ઘટના છે. સોનાલીનું સંદિગ્ધ અવસ્થામાં મૃત્યુ થયું હતું. તેના પતિએ કહ્યું હતું કે સોનાલીએ આત્મહત્યા કરી છે. જોકે સોનાલીની ચાર વર્ષની દીકરી દૃશ્યતાએ પોલીસ સમક્ષ ડ્રૉઇંગ તૈયાર કર્યાં હતાં જેમાં દર્શાવ્યું હતું કે પપ્પાએ કેવી રીતે મમ્મીને મારી હતી અને પછી લટકાવી દીધી હતી.
ADVERTISEMENT
પોલીસે આ કેસમાં તત્કાળ પગલાં લઈને સંદીપની ધરપકડ કરી હતી. પોસ્ટમૉર્ટમ બાદ સોનાલીના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા ત્યારે ચાર વર્ષની દીકરીએ તેને મુખાગ્નિ આપ્યો હતો. સોનાલીના પિયરવાળાઓએ આરોપ લગાવ્યો હતો કે સંદીપ સોનાલીને વારંવાર મારતો હતો અને કાર લઈ આવવા દબાણ કરતો હતો.


