Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > રાષ્ટ્રીય સમાચાર > આર્ટિકલ્સ > ‘કુંડળી ખરાબ હતી, ભવિષ્ય બરબાદ થઈ જાત’

‘કુંડળી ખરાબ હતી, ભવિષ્ય બરબાદ થઈ જાત’

Published : 22 August, 2023 12:20 PM | IST | Hyderabad
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

આ જ કારણસર સૉફ્ટવેર એન્જિનિયર ફાધરે દીકરીને પેન્સિલ કટરથી ગળું કાપી મારી નાખી, કારનું ટાયર ફાટવાને લીધે અકસ્માત થતાં મામલો બહાર આવ્યો

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર


ટેક્નૉલૉજીના આ યુગમાં પણ લોકો અંધશ્રદ્ધાના કારણે પોતાના જ જીવનને બરબાદ કરી રહ્યા છે. રીસન્ટ્લી એક ફાધરે પોતાની નિર્દોષ દીકરીની માત્ર એટલા માટે હત્યા કરી દીધી કે તેની કુંડળી ખરાબ હતી. તેને લાગતું હતું કે ભવિષ્યમાં દીકરીને મુશ્કેલીઓ થશે. તેનું ભવિષ્ય બરબાદ થઈ જશે એમ વિચારીને આ સૉફ્ટવેર એન્જિનિયરે પોતાની આઠ વર્ષની દીકરીની પેન્સિલ કટરની બ્લેડથી ગળું કાપીને હત્યા કરી દીધી હતી.

આંધ્ર પ્રદેશના વિજયવાડામાં રહેતા ચન્દ્રશેખર અને હિમા બિન્દુની આઠ વર્ષની દીકરી હતી. તેઓ બંને આઇટી કંપનીમાં કામ કરે છે. પતિ-પત્ની વચ્ચે લડાઈ ચાલી રહી હતી. એ દરમ્યાન ખરાબ પર્ફોર્મન્સના કારણે ચન્દ્રશેખરને નોકરીમાંથી આઉટ કરવામાં આવ્યો હતો. એના માટે તે તેની વાઇફને જવાબદાર માનતો હતો. અવારનવાર તેમની વચ્ચે લડાઈ ચાલતી રહેતી હતી. એટલા માટે તેની વાઇફ દીકરીને લઈને પિયર જતી રહી હતી.



ચન્દ્રશેખર તેની દીકરીને મળવા માટે જતો રહેતો હતો. એવામાં તેણે તેની દીકરી મોક્ષાજ્ઞાની કુંડળી બતાવી અને તેને કહેવામાં આવ્યું કે તેની દીકરીની કુંડળી ખરાબ છે અને ભવિષ્યમાં તેણે મુશ્કેલીઓનો સામનો કરવો પડશે. આ સાંભળીને તેણે ખરાબ પ્લાન બનાવ્યો. સ્કૂલમાંથી જ તેણે પોતાની દીકરીને કારમાં બેસાડી અને થોડે દૂર જઈને પેન્સિલ કટરથી તેનું ગળું કાપી નાખ્યું હતું. 
૧૮ ઑગસ્ટની સાંજે જ્યારે મોક્ષાજ્ઞા ઘરે નહોતી પહોંચી ત્યારે હિમા બિન્દુ તેની શોધ કરવા નીકળી હતી. તેણે ચન્દ્રશેખરને કૉલ કર્યો હતો. ચન્દ્રશેખરે તેને કહ્યું કે દીકરી સૂઈ ગઈ છે.


એ દરમ્યાન તે દીકરીના મૃતદેહનો નિકાલ કરવાની કોશિશ કરવા લાગ્યો. પોતાની કારમાં દીકરીના મૃતદેહને લઈને તે રસ્તાઓ પર ચક્કર લગાવતો રહ્યો. એ સમયે તેની કારનું ટાયર ફાટી ગયું અને ડિવાઇડરની સાથે ટકરાઈ ગઈ. રાત્રે લગભગ સાડાદસ વાગ્યે થયેલા આ અકસ્માત બાદ આસપાસથી લોકો એકત્ર થઈ ગયા હતા. કારમાં બાળકીનો મૃતદેહ હતો એટલે લોકોએ પોલીસને કૉલ કર્યો, જેના લીધે આ હત્યાનો ખુલાસો થયો અને પોલીસે હત્યારા પિતાની ધરપકડ કરી હતી.  


Whatsapp-channel Whatsapp-channel

22 August, 2023 12:20 PM IST | Hyderabad | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK