સરકારનો ઉદ્દેશ્ય રસોઈ તેલના ભાવ ઘટાડવાનો અને સ્થાનિક પ્રોસેસિંગ ઉદ્યોગોને સુરક્ષિત રાખવાનો છે. હાલમાં ભારત સ્થાનિક ખાદ્ય તેલની માગના ૫૦ ટકાથી વધુ આયાત કરે છે.
ખાદ્ય તેલ
વધતા જતા ફુગાવા વચ્ચે કેન્દ્ર સરકારે સામાન્ય જનતાને મોટી રાહત આપી છે. સરકારે પામ તેલ, સોયાબીન તેલ અને સૂર્યમુખી તેલ પરની કસ્ટમ્સ ડ્યુટી અગાઉના ૨૦ ટકાથી ઘટાડીને ૧૦ ટકા કરી છે. નાણા મંત્રાલયના નવા નોટિફિકેશન હેઠળ આ નિર્ણય તાત્કાલિક અસરથી લાગુ કરવામાં આવ્યો છે. સરકારના આ નિર્ણયથી બજારમાં તેલના ભાવ ઘટવાની અપેક્ષા છે. આનાથી સામાન્ય ગ્રાહકોને મોટી રાહત મળશે. સરકારનો ઉદ્દેશ્ય રસોઈ તેલના ભાવ ઘટાડવાનો અને સ્થાનિક પ્રોસેસિંગ ઉદ્યોગોને સુરક્ષિત રાખવાનો છે. હાલમાં ભારત સ્થાનિક ખાદ્ય તેલની માગના ૫૦ ટકાથી વધુ આયાત કરે છે.
સૉલ્વન્ટ એક્સ્ટ્રૅક્ટર્સ અસોસિએશન ઑફ ઇન્ડિયા (SEA)ના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર બી. વી. મહેતાએ જણાવ્યું હતું કે ‘સુધારેલા દરો વિશેનું જાહેરનામું શુક્રવારે બહાર પાડવામાં આવ્યું હતું અને એ તાત્કાલિક અમલમાં આવ્યું છે. બેઝિક કસ્ટમ્સ ડ્યુટી અને વધારાની ડ્યુટી સહિત આ ત્રણેય ઉત્પાદનો પર આયાત ડ્યુટી હવે ૧૬.૫ ટકા છે જે પહેલાં ૨૭.૫ ટકા હતી. રિફાઇન્ડ તેલ માટે ડ્યુટી ૩૫.૭૫ ટકા છે.


