Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


Food fun and filmstar Food fun and filmstar
હોમ > સમાચાર > રાષ્ટ્રીય સમાચાર > આર્ટિકલ્સ > ગો ફર્સ્ટની ફ્લાઇટ બૂક ન કરતાં નહીંતર.... 

ગો ફર્સ્ટની ફ્લાઇટ બૂક ન કરતાં નહીંતર.... 

03 May, 2023 03:00 PM IST | New Delhi
Gujarati Mid-day Online Correspondent | gmddigital@mid-day.com

ઍરલાઈનને પ્રૈટ એન્ડ વ્હિટની (P&W) તરફથી એન્જિનનો પૂરવઠો ન મળવાને કારણે પોતાના ભાગના અડધાથી વધારે વિમાન ઊભા રાખવા પડ્યા છે. આ કારણે ઍરલાઈન સામે રોકડનું સંકટ પેદા થયું છે. 

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર


ફન્ડની અછતને કારણે ગો ફર્સ્ટ ઍરલાઈન (Go First Airline) બુધવારથી શુક્રવાર સુધી પોતાની ફ્લાઈટ્સ બંધ રાખશે. ઍરલાઈને એક નિવેદનમાં કહ્યું કે ઍરલાઈન માત્ર 50 ટકા જ કામ કરી રહી છે કારણકે તેને અમેરિકન ફર્મ પ્રૈટ એન્ડ વ્હિટની તરફથી વધારા એન્જિન નથી મળી રહ્યા. આ જાહેરાત બાદ, વિમાનન નિયામક ડીજીસીએએ બધી નિર્ધારિત ફ્લાઈટ રદ કરતા પહેલા તેને સૂચિત ન કરવા માટે ગો ફર્સ્ટ ઍરલાઈન્સને નોટિસ પાઠવી અને 24 કલાકમાં જવાબ માગ્યો.


ઍરલાઈન્સે આમ કરતા પહેલા નિયામકને જણાવવાનું રહેશે કે તે બધી ફ્લાઈટ રદ કરવા માગે છે. નહીંતર આ નાગરિક ઉડ્ડયન નિયમોનું ઉલ્લંઘન હશે. ગો ફર્સ્ટે કહ્યું કે તેને `પીએન્ડડબ્લ્યૂ ઈન્ટરનેશનલ ઍરો એન્જિન દ્વારા પૂરવઠો કરવામાં આવેલા નિષ્ફળ એન્જિનોની સતત વધતી સંખ્યાને કારણે ફ્લાઈટ્સ રદ કરવી પડી, પરિણામે ગો ફર્સ્ટ ઍરલાઈનને 25 વિમાન ગ્રાઉન્ડ કરવા પડ્યા.`વાડિયા ગ્રુપના ઓનરશિપવાળી ઍરલાઈને દિલ્હીમાં રાષ્ટ્રીય કંપની કાયદાકીય ન્યાયાધિકરણ સામે નાદારી માટે પણ અરજી દાખલ કરી છે. ગો ફર્સ્ટ ઍરલાઈન્સના મુખ્ય કાર્યકારી કૌશિક ખોનાએ સમાચાર એજન્સી પીટીઆઈને જણાવ્યું, "આ એક દુર્ભાગ્યપૂર્ણ નિર્ણય છે પણ કંપનીના હિતની રક્ષા માટે આમ કરવું ખૂબ જ જરૂરી હતું."


ગો ફર્સ્ટે સોમવારે 25 વિમાન, 50 ટકા વિમાન ગ્રાઉન્ડ કર્યા છે. આથી સ્પષ્ટ રીતે ફન્ડની અછત ઊભી થઈ છે કારણકે પૂરતા વિમાન ન હોવાથી એવિએશન સેક્ટરમાં કમાણી ખૂબ જ ઝડપથી ઘટી રહી છે. ઍરલાઈને પોતાના નિવેદનમાં સિંગાપુરના એક મધ્યસ્થ પીએન્ડડબ્લ્યૂને 27 એપ્રિલ, 2023 સુધી ઓછામાં ઓછા 10 સેવા યોગ્ય સ્પેર લીઝ્ડ એન્જિન અને 10 વધુ એન્જિન જેમાંથી દર મહિને એકને આ વર્ષે ડિસેમ્બર સુધી પૂરવઠો કરવાના આદેશ આપ્યા. પણ પીએન્ડડબ્લ્યૂએ આદેશનું પાલન કર્યું નહીં.

આ પણ વાંચો : Go Firstની પણ જેટ એરવેઝ જેવી સ્થિતિ, ફંડની અછત, નાદાર થશે કંપની!!


ગો ફર્સ્ટના પ્રવર્તકોએ છેલ્લા 3 વર્ષોમાં ઍરલાઈન્સમાં 3200 કરોડ રૂપિયા સુધીની પર્યાપ્ત રકમ એકઠી કરી છે. આમાંથી 2400 કરોડ છેલ્લા 24 મહિનામાં અને 290 કરોડ રૂપિયા આ વર્ષે એપ્રિલમાં નાખવામાં આવ્યા. નાણાંકીય વર્ષ 2021માં ઍરલાઈનની માર્કેટ ભાગીદારી 10.8 ટકાથી ઘટીને નાણાંકીય વર્ષ 2023માં 8 ટકા થઈ ગઈ.

Whatsapp-channel Whatsapp-channel

03 May, 2023 03:00 PM IST | New Delhi | Gujarati Mid-day Online Correspondent

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK