લીડર્સની સુરક્ષા માટે કેમિકલ અને ન્યુક્લિયર જોખમો માટે ક્વિક રીઍક્શન ક્રૂ, લાંબી રેન્જના સર્વેલન્સ ઍરક્રાફ્ટ અને ઍડ્વાન્સ્ડ એઆઇ-બેઝ્ડ કૅમેરા તહેનાત કરાયા
ગુરુગ્રામમાં G20 સમિટ માટેની તૈયારીના ભાગરૂપે સિરહૌલ ટોલ પ્લાઝા પાસે દિલ્હી-ગુરુગ્રામ બૉર્ડર પર ગઈ કાલે સિક્યૉરિટી તપાસ કરી રહેલા સ્નિફર ડૉગ સાથે બૉર્ડર સિક્યૉરિટી ફોર્સનો જવાન (તસવીર : પી.ટી.આઇ.)
G20 સમિટ માટે દુનિયાના સૌથી પાવરફુલ લીડર્સ નવી દિલ્હીમાં આવશે ત્યારે ભારતે દિલ્હીની આસપાસ ફાઇટર જેટ્સ તહેનાત કરવાથી લઈને ગવર્નમેન્ટ બિલ્ડિંગ્સમાંથી વાંદરાઓને ભગાવવા સહિત અનેક પગલાં લીધાં છે. પીએમ નરેન્દ્ર મોદી ભારતની ઊભરતા અર્થતંત્ર તરીકેની ઇમેજ રજૂ કરવાની કોશિશ કરી રહ્યા છે. તેઓ યુએસના પ્રેસિડન્ટ જો બાઇડન, યુકેના વડા પ્રધાન રિશી સુનક અને અન્ય દેશોના લીડર્સને આવકારશે. લગભગ બે કરોડની વસ્તી ધરાવતા દિલ્હીમાં G20 સમિટના વેન્યુસને કિલ્લો બનાવવા માટે અધિકારીઓએ ખૂબ મહેનત કરી છે. આ લીડર્સની સિક્યૉરિટી માટે ભારે શસ્ત્રસામગ્રી, ડ્રોન્સ, ઍડ્વાન્સ્ડ્ એઆઇ-બેઝ્ડ્ કૅમેરા, જૅમિંગ ડિવાઇસિસ અને સ્નિફર ડૉગ્સને તહેનાત કરવામાં આવ્યા છે. ભારતમાં આવનારા લીડર્સને પ્રોટેક્ટ કરવા માટે આર્મ્ડ ફોર્સિસે કમાન્ડો, સ્નાઇપર્સ, બૉમ્બ ડિસ્પોઝલ સ્ક્વૉડ, એક્સપ્લોઝિવ ડિટેક્શન ટીમ, ઍન્ટિ-ડ્રોન ટેક્નૉલૉજી, કેમિકલ અને ન્યુક્લિયર જોખમો માટે ક્વિક રીઍક્શન ક્રૂ, લાંબી રેન્જના સર્વેલન્સ ઍરક્રાફ્ટ અને ફાઇટર જેટ્સને તહેનાત કર્યા છે. દિલ્હીના કાયદા-વ્યવસ્થા માટેના સ્પેશ્યલ પોલીસ કમિશનર દીપેન્દ્ર પાઠકે એક ઇન્ટરવ્યુમાં કહ્યું હતું કે ‘વિરોધ પ્રદર્શનને કન્ટ્રોલ કરવા માટે અનેક સિક્યૉરિટી એજન્સીઓ અમને રિયલ ટાઇમ માહિતી પૂરી પાડી રહી છે.’
બાઇડન ‘બીસ્ટ’માં ટ્રાવેલ કરશે
ADVERTISEMENT
બાઇડન યુએસ પ્રેસિડન્ટ માટેની લક્ઝરી કાર કૅડિલેક ‘ધ બીસ્ટ’માં ટ્રાવેલિંગ કરશે. જેને બોઇંગ સી-17 ગ્લોબમાસ્ટર ૩માં અમેરિકાથી ભારત લાવવામાં આવશે. બાઇડન માટે ત્રણ લેયરની સિક્યૉરિટીની વ્યવસ્થા કરવામાં આવી છે. તેમના કાફલામાં ૬૦ વાહનો રહેશે.
કયા લીડર કઈ હોટેલમાં રોકાશે
યુએસના પ્રેસિડન્ટ જો બાઇડન - આઇટીસી મૌર્ય; બ્રિટનના વડા પ્રધાન રિશી સુનક-શાંગ્રી લા હોટેલ; લિ કિઆંગ, ચીનના પીએમ - તાજ હોટેલ; કૅનેડાના વડા પ્રધાન જસ્ટિન ટ્રુડો-ધ લલિત હોટેલ; ઑસ્ટ્રેલિયાના વડા પ્રધાન ઍન્થની અલ્બનીઝ-ઇમ્પીરિયલ હોટેલ
G20ના વર્લ્ડ લીડર્સ માટેના ડિનરમાં અંબાણી અને અદાણીને આમંત્રણ
નવી દિલ્હીમાં G20 સભ્ય દેશોના લીડર્સ માટે શનિવારે યોજાનારા ડિનરમાં મુકેશ અંબાણી અને ગૌતમ અદાણી સહિત ભારતના ધનાઢ્ય બિઝનેસમેન ઉપસ્થિત રહેશે. ચીનની ઇકૉનૉમી મંદ પડી છે ત્યારે વડા પ્રધાન નરેન્દ્ર મોદી આ G20ની અધ્યક્ષતાનો લાભ લઈને દુનિયાની સૌથી પાવરફુલ દેશોના લીડર્સ સમક્ષ ભારતને વેપાર અને રોકાણ માટેના ડેસ્ટિનેશન તરીકે પ્રમોટ કરશે. આ ડિનરમાં લગભગ ૫૦૦ બિઝનેસમેનને આમંત્રણ આપવામાં આવ્યું છે, જેમાં રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના અંબાણી અને અદાણી ગ્રુપના ચૅરમૅન સિવાય તાતા સન્સના ચૅરમૅન એન. ચન્દ્રશેખરન, અબજોપતિ કુમાર મંગલમ બિરલા અને ભારતી ઍરટેલના ફાઉન્ડર-ચૅરમૅન સુનીલ મિત્તલ સામેલ છે.
ગુજરાતીએ આખેઆખું વેહિકલ G20ની થીમ પર ડિઝાઇન કર્યું

નવી દિલ્હીમાં ૯થી ૧૦ સપ્ટેમ્બર દરમ્યાન G20 સમિટ યોજાવાની છે ત્યારે ગુજરાતના મૌલિક જાનીએ ભારતની અધ્યક્ષતામાં આ સમિટ યોજાવાની હોવાથી દેશના લોકોને અભિનંદન આપ્યાં હતાં. એનાથી વિશેષ વાત એ છે કે તેમણે તેમની જગુઆર કારને આ વર્ષની G20ની થીમવાળા કલર્સથી રંગી દીધી છે. એટલું જ નહીં, તેમણે આ કાર પર G20નો લોગો તેમ જ ‘વસુધૈવ કુટુમ્બકમ’ અને ‘આઝાદી કા અમૃત મહોત્સવ’ લખાણ પણ લખ્યું છે. મૌલિકે કહ્યું હતું કે ‘અમે G20 સમિટ માટે અમદાવાદથી આવ્યા છીએ. અમે આખું વેહિકલ G20ની થીમ પર ડિઝાઇન કર્યું છે. અમે અમારી જર્નીને તિરંગા યાત્રા નામ આપ્યું છે. મારા ફ્રેન્ડ સિદ્ધાર્થ અને મેં ચાર વખત સુરતથી દિલ્હી સુધી ટ્રાવેલિંગ કર્યું છે. હું G20 માટે દેશના લોકોને અભિનંદન પાઠવું છું.’


