Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > રાષ્ટ્રીય સમાચાર > આર્ટિકલ્સ > કોવિડ જેવા લક્ષણ, દેશમાં ફ્લૂના કેસ થકી ભયનો માહોલ, કેન્દ્રએ જાહેર કરી એડવાઈઝરી

કોવિડ જેવા લક્ષણ, દેશમાં ફ્લૂના કેસ થકી ભયનો માહોલ, કેન્દ્રએ જાહેર કરી એડવાઈઝરી

04 March, 2023 05:53 PM IST | Mumbai
Gujarati Mid-day Online Correspondent | gmddigital@mid-day.com

ભારતના અનેક ભાગમાં છેલ્લા બે મહિનામાં લાંબી બીમારી અને લાંબા સમય સુધી ઉધરસ સાથે Influenzaના કેસની સંખ્યામાં વૃદ્ધિ જોવા મળી છે. બે વર્ષ સુધી કોવિડ મહામારીનો સામનો કર્યા બાદ આ કેસની સંખ્યામાં થયેલા વધારાએ લોકોમાં ભય પેદા કર્યો છે.

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર


ભારતના (India) અનેક ભાગમાં છેલ્લા બે મહિનામાં લાંબી બીમારી અને લાંબા સમય સુધી ઉધરસ સાથે Influenzaના કેસની સંખ્યામાં વૃદ્ધિ જોવા મળી છે. બે વર્ષ સુધી કોવિડ મહામારીનો સામનો કર્યા બાદ આ કેસની સંખ્યામાં થયેલા વધારાએ લોકોમાં ભય પેદા કર્યો છે.

કેસ સાથે જોડાયેલી મહત્વની 
આખા દેશમાં તાવ અને ફ્લૂના મોટી સંખ્યામાં કેસ સામે આવ્યા છે. ઈન્ડિયન કાઉન્સિલ ઑફ મેડિકલ રિસર્ચ (ICMR)એ કહ્યું કે તે Influenza A subtype H3N2 Virusને કારણે થાય છે.



જણાવવાનું કે, H3N2 વાયરસ, અન્ય Subtypeની તુલનામાં હૉસ્પિટલમાં દાખલ થયા પછી વધારે કેસનું કારણ બને છે. વિશેષજ્ઞો પ્રમાણે, છેલ્લા બે-ત્રણ મહિલાથી આખા ભારતમાં આના કેસ સામે આવ્યા છે.


સામાન્ય રીતે આના લક્ષણોમાં તાવ સાથે સતત ઉધરસ સામેલ છે. તાજેતરના કેસમાં, ઘણાં બધા પેશન્ટ્સે લાંબા સમય સુધી એવા લક્ષણોની ફરિયાદ કરી છે. સિદ્ધ હૉસ્પિટલના ડૉ. અનુરાગ મેહરોત્રા કહે છે, "ઈન્ફેક્શન બરાબર સમય લાગી રહ્યો છે. લક્ષણ (Symptoms) તીવ્ર છે અને રોગીના સ્વસ્થ થયા બાદ પણ લાંબો સમય સુધી આ લક્ષણ બની રહે છે."

વિશેષજ્ઞોનું કહેવું છે કે H3N2 વાયરસ, અન્ય ઈન્ફ્લૂએંઝા Subtypeની તુલનામાં હૉસ્પિટલમાં વધારે લોકોના ભરતી હોવાનું કારણ બને છે.


ક્લીનિકલ ટ્રાયલ વિશેષજ્ઞ ડૉ. અનીતા રમેશ કહે છે કે ઇન્ફ્લૂએન્ઝાનું નવું સ્ટ્રેન જીવલેણ નથી. તેણે એક ન્યૂઝ એજન્સી કહે છે કે, "આ જીવલેણ નથી. પણ મારા કેટલાક દર્દીઓને શ્વાસ લેવાની સમસ્યાને કારણે હૉસ્પિટલમાં દાખલ થવાનો વારો આવ્યો. આના કેટલાક લક્ષણ કોવિડ જેવા જ છે, પણ મારા બધા દર્દીઓના ટેસ્ટ નેગેટિવ આવ્યા છે."

ICMRએ લોકોને વાયરસના સંપર્કમાં આવવાથી પોતાને બચાવવા માટે `શું કરવું અને શું ન કરવું`ના ઉપાય આપ્યા છે.

તો, ઈન્ડિયન મેડિકલ એસોસિએશન (IMA)એ દેશમાં ઉધરસ, શરદી અને ગભરામણ વધતા વચ્ચે એન્ટીબાયોટિક દવાઓના અંધાધુંધ ઉપયોદ વિરુદ્ધ સલાહ આપી છે.

આ પણ વાંચો : Mumbai- Goa રૂટ પર દોડશે વંદે ભારત સેમી-હાઈ સ્પીડ એક્સપ્રેસ ટ્રેન

એસોસિએશને ડૉક્ટરોથી ફક્ત લક્ષણાત્મ ઉપચાર (Symptomatic Treatment) Prescribe કરવા માટે કહ્યું કે ન તો એન્ટીબાયોટિક્સ. IMAએ એક નિવેદનમાં કહ્યું, "અમે પહેલાથી કોવિડના દરમિયાન Azithromycin અને Ivermectinનો વ્યાપક ઉપયોગ દેખાય છે. એન્ટીબાયોટિક દવાઓને નિર્ધારિત કરતા પહેલા એ માહિતી મેળવવી જરૂરી છે ઈન્ફેક્શન જીવાણુગત (bacterial) છે કે નહીં."

Whatsapp-channel Whatsapp-channel

04 March, 2023 05:53 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK