Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


Food fun and filmstar Food fun and filmstar
હોમ > સમાચાર > રાષ્ટ્રીય સમાચાર > આર્ટિકલ્સ > ઈવીએમ બ્લેક બોક્સ છે: લોકસભા ચૂંટણીના પરિણામો બાદ રાહુલ ગાંધીએ ફરી ઉઠાવ્યા સવાલો

ઈવીએમ બ્લેક બોક્સ છે: લોકસભા ચૂંટણીના પરિણામો બાદ રાહુલ ગાંધીએ ફરી ઉઠાવ્યા સવાલો

16 June, 2024 04:45 PM IST | New Delhi
Gujarati Mid-day Online Correspondent | gmddigital@mid-day.com

સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર એક પોસ્ટમાં રાહુલ ગાંધીએ ચૂંટણી પ્રક્રિયામાં પારદર્શિતા પર પણ સવાલો ઉઠાવ્યા હતા

રાહુલ ગાંધીની ફાઇલ તસવીર

રાહુલ ગાંધીની ફાઇલ તસવીર


કૉંગ્રેસના નેતા રાહુલ ગાંધી (Rahul Gandhi)એ ફરી એકવાર ઈવીએમને લઈને સવાલો ઉઠાવ્યા છે. રવિવારે (16 જૂન, 2024) સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર એક પોસ્ટમાં રાહુલ ગાંધીએ ચૂંટણી પ્રક્રિયામાં પારદર્શિતા પર પણ સવાલો ઉઠાવ્યા હતા. પોતાની પોસ્ટમાં તેમણે શિવસેના શિંદે જૂથના ઉમેદવાર રવિન્દ્ર વાયકર સાથે સંબંધિત એક સમાચાર પણ શેર કર્યા છે. શિંદે પર ઈવીએમ સાથે છેડછાડ કરીને જીતવાનો આરોપ છે.


રાહુલ ગાંધી (Rahul Gandhi)એ ટ્વીટર પર લખ્યું છે કે, “ઈવીએમ ભારતમાં એક ‘બ્લેક બોક્સ’ છે. કોઈને તેમની તપાસ કરવાની છૂટ નથી. અમારી ચૂંટણી પ્રક્રિયામાં પારદર્શિતાને લઈને ગંભીર ચિંતાઓ કરવામાં આવી રહી છે. જ્યારે સંસ્થાઓમાં જવાબદારીનો અભાવ હોય છે, ત્યારે લોકશાહી એક કપટ બની જાય છે અને છેતરપિંડીની શક્યતા વધી જાય છે.”
રવિન્દ્ર વાયકર પરના આરોપો સાથે જોડાયેલા સમાચાર શેર કર્યા


રાહુલ ગાંધી (Rahul Gandhi)એ ‘મિડ-ડે’નો અહેવાલ શેર કરીને આ પોસ્ટ લખી છે. ‘મિડ-ડે’ના આ અહેવાલમાં કહેવામાં આવ્યું છે કે અત્યાર સુધીની તપાસમાં વનરાઈ પોલીસને રવિન્દ્ર વાયકરના સંબંધી મંગેશ પાંડિલકર વિરુદ્ધ ઘણા પુરાવા મળ્યા છે. મંગેશ મંડિલકર પર ઈવીએમ સાથે ચેડાં કરવાનો આરોપ છે, ત્યારબાદ વાઈકર મુંબઈ નોર્થ વેસ્ટ લોકસભા સીટ પરથી 48 વોટથી જીત્યા હતા. આરોપ છે કે મતગણતરી દરમિયાન મંગેશ જે ફોનનો ઉપયોગ કરી રહ્યા હતા તે ઈલેક્ટ્રોનિક વોટિંગ મશીન (EVM) સાથે જોડાયેલો હતો.

પોલીસને ઈવીએમ સાથે છેડછાડના પુરાવા મળ્યા

પોલીસે કહ્યું છે કે, આ મોબાઈલ ફોનનો ઉપયોગ ઈવીએમ મશીનને અનલોક કરવા માટે ઓટીપી જનરેટ કરવા માટે કરવામાં આવ્યો હતો. આ ટેક્નિકનો ઉપયોગ નેસ્કો સેન્ટરની અંદર 4 જૂને કરવામાં આવ્યો હતો. વનરાઈ પોલીસે આરોપી મંગેશ પાંડિલકર અને દિનેશ ગુરવને CrPC 41A નોટિસ પણ આપી હતી, જેઓ ચૂંટણી પંચ (EC) સાથે એન્કોર (પોલ પોર્ટલ) ઓપરેટર હતા. પોલીસે હવે મોબાઈલ ફોનને ફોરેન્સિક સાયન્સ લેબોરેટરી (FSL)માં મોકલી આપ્યો છે, જેથી મોબાઈલ ફોનનો ડેટા જાણી શકાય અને ફોનમાં હાજર ફિંગર પ્રિન્ટ પણ લેવામાં આવી રહી છે.

રાહુલ ગાંધીના હાથમાં સંવિધાનની જે પૉકેટબુક છે એના વેચાણમાં થયો જબરદસ્ત વધારો

ચૂંટણીપ્રચાર દરમ્યાન રાહુલ ગાંધી ખિસ્સામાં ભારતીય સંવિધાનની જે પૉકેટબુક રાખીને લોકોને વારંવાર બતાવતા રહેતા હતા એની હાલમાં ડિમાન્ડ નીકળી છે. લખનઉસ્થિત ઈસ્ટર્ન બુક કંપનીએ ‘ધ કૉન્સ્ટિટ્યુશન ઑફ ઇન્ડિયા’ નામની કાળા-લાલ કવરવાળી પૉકેટબુક પબ્લિશ કરી છે. લોકસભાની ચૂંટણી દરમ્યાન એની ૫૦૦૦થી વધુ નકલો વેચાઈ ગઈ અને હવે એ આઉટ ઑફ પ્રિન્ટ થઈ ગઈ છે. ૨૦૨૩માં પણ આ જ પ્રકાશકે પૉકેટબુક છાપી હતી અને લગભગ આખા વર્ષ દરમ્યાન ૫૦૦૦ કૉપી પૂરી વેચાઈ નહોતી. ઈસ્ટર્ન બુક કંપની એકમાત્ર પ્રકાશક છે જે ભારતીય સંવિધાનની પૉકેટબુક છાપે છે. ખિસ્સામાં રાખવાની આ બુકની લંબાઈ ૨૦ સેન્ટિમીટર, પહોળાઈ ૧૦.૮ સેન્ટિમીટર અને જાડાઈ ૨.૧ સેન્ટિમીટર છે. ૨૦૦૯માં પહેલી વાર આ પૉકેટબુક પ્રકાશિત થઈ હતી અને હાલમાં એની ૧૬મી એડિશન પ્રકાશિત થઈ હતી.

મોટા ભાગે કોર્ટમાં કામ કરતા લોકો અને વકીલોને આ બુકની જરૂર પડતી હોય છે. ૨૦૦૯થી અત્યાર સુધીમાં વર્ષે ૧૦૦૦થી ૫૦૦૦ જેટલી પ્રતો વેચાતી આવી છે, પણ આ વર્ષે રાહુલ ગાંધીના હાથમાં આ બુક જોઈને એની ખપત વધી ગઈ છે અને વર્ષ પૂરું થાય એ પહેલાં જ ૫૦૦૦ બુક્સ વેચાઈ ગઈ છે.

Whatsapp-channel Whatsapp-channel

16 June, 2024 04:45 PM IST | New Delhi | Gujarati Mid-day Online Correspondent

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK