Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > રાષ્ટ્રીય સમાચાર > આર્ટિકલ્સ > Ennore Gas Leak: કેમિકલ ફેક્ટરીમાંથી થયો ગૅસ લીકેજ, 5 લોકો હોસ્પિટલમાં ભરતી

Ennore Gas Leak: કેમિકલ ફેક્ટરીમાંથી થયો ગૅસ લીકેજ, 5 લોકો હોસ્પિટલમાં ભરતી

Published : 27 December, 2023 09:30 AM | IST | Tamil Nadu
Gujarati Mid-day Online Correspondent | gmddigital@mid-day.com

Ennore Gas Leak: સબ-સી પાઇપમાં એમોનિયા ગૅસનું લીકેજ થયું હતું. આ અંગેની માહિતી મળતા જ આ લીકેજને અટકાવી દેવામાં આવ્યો હતો.

બચાવ કામગીરી માટેની પ્રતીકાત્મક તસવીર

બચાવ કામગીરી માટેની પ્રતીકાત્મક તસવીર


કી હાઇલાઇટ્સ

  1. તમિલનાડુના એન્નોરમાં ગૅસ લીક થતાં ભારે અફરાતફરીનો માહોલ સર્જાયો
  2. ગૅસ લીક થવાને કારણે આસપાસના વિસ્તારમાં તીવ્ર ગંધ ફેલાઈ ગઈ
  3. ગૅસ લીકેજની દુર્ગંધથી પાંચ લોકો અસ્વસ્થતા અનુભવવા લાગ્યા હતા

તમિલનાડુમાંથી હચમચાવી નાખનારા સમાચાર સામે આવ્યાં છે. પ્રાપ્ત માહિતી અનુસાર તમિલનાડુના એન્નોરમાં ગૅસ લીક (Ennore Gas Leak) થતાં ભારે અફરાતફરીનો માહોલ સર્જાયો છે. આ સાથે જ એક અધિકારીઓએ એમ પણ જણાવ્યું હતું કે સબ-સી પાઇપમાં એમોનિયા ગૅસનું લીકેજ (Ennore Gas Leak) થયું હતું. એમોનિયા ગૅસ લીકેજની દુર્ઘટના સામે આવી છે. આ અંગેની માહિતી મળતા જ આ લીકેજને અટકાવી દેવામાં આવ્યો હતો.

ગૅસ લીકેજ થતાં સર્જાયો અફરાતફરીનો માહોલ 



ગૅસ લીક (Ennore Gas Leak) થવાને કારણે આસપાસના વિસ્તારમાં તીવ્ર ગંધ ફેલાઈ ગઈ હતી. આ રીતે આચનકથી ગૅસ લીકેજ થવાને કારણે કારણે પાંચ લોકોની હાલત ખૂબ જ ખરાબ થઈ ગઈ હતી. તેઓ અસ્વસ્થતા અનુભવવા લાગ્યા હતા. ત્યારબાદ તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે એવા સમાચાર સામે આવ્યાં છે.


ત્યાંન જોઈન્ટ કમિશનર વિજયકુમારે આ ઘટના અંગે જણાવ્યું હતું કે અહીં ગભરાવાની જરૂર નથી. હાલ સ્થિતિ સ્થિર છે. એન્નોરમાં હવે કોઈ ગૅસ લીક (Ennore Gas Leak) થઈ રહ્યો નથી. તેમણે કહ્યું કે લોકો ઘરે પાછા આવી ગયા છે. મેડિકલ અને પોલીસની ટીમ ઘટનાસ્થળે હાજર છે. જે અહીં તપાસ કરી રહી છે. 

એક અધિકારીએ આ દુર્ઘટના અંગે માહિતી આપતા જણાવ્યું હતું કે એન્નોરમાં સબ-સી પાઇપમાંથી એમોનિયા ગૅસની લીકેજ થયું હોવાનું જાણવા મળ્યું હતું. જ્યારે આ લીકેજ ધ્યાને આવ્યું ત્યારે ત્વરિત ધોરણે તેને અટકાવવામાં આવ્યું હતું. પ્રોડક્શન હેડ તરફથી નિવેદન સામે આવ્યું છે કે લીકને કારણે તીવ્ર ગંધ આવી હતી અને પાંચ લોકો અસ્વસ્થતા અનુભવવા લાગ્યા હતા અને તેમને આરોગ્ય સુવિધામાં ખસેડવામાં આવ્યા હતા. જોકે, હવે તે પાંચેયની તબિયત ઠીક છે.


એમોનિયા ગૅસ લીક (Ennore Gas Leak) થયાના સમાચાર મળતાની સાથે જ લોકોને ભોપાલ દુર્ઘટનાની યાદો આવી ગઈ હતી. નોંધનીય છે કે ભારતના મધ્ય પ્રદેશના ભોપાલ શહેરમાં 3 ડિસેમ્બર, 1984ના રોજ એક ભયાનક ઔદ્યોગિક અકસ્માત થયો હતો. આ ભયંકર દુર્ઘટનાને ભોપાલ ગૅસ કાંડ અથવા ભોપાલ ગેસ દુર્ઘટના તરીકે પણ ઓળખવામાં આવે છે. ભોપાલ સ્થિત યુનિયન કાર્બાઈડ નામની કંપનીની ફેક્ટરીમાંથી ઝેરી ગૅસ લીક થવાને કારણે આ દુર્ઘટના સર્જાઇ હતી. જેના કારણે 15 હજારથી વધુ લોકોએ જીવ ગુમાવ્યા હતા.

એક દિવસ પહેલા ગુજરાતમાં આવી જ ઘટના બની હતી 

ગુજરાતના વડોદરામાં ફાર્માસ્યુટિકલ કેમિકલ કંપનીમાં પાઈપમાં લીક થયા બાદ ઝેરી ગૅસને શ્વાસમાં લેવાથી ચાર કામદારોને હોસ્પિટલમાં દાખલ કરાયાના એક દિવસ બાદ આ ઘટના સામે આવી છે. પોલીસે જણાવ્યું કે તમામ કામદારોની તબિયત સ્થિર છે. આ સાથે જ ઘટના સમયે નંદેસરી જીઆઈડીસી વિસ્તારમાં આવેલી ફેક્ટરીના પરિસરમાં અનેક કામદારો હાજર હતા.

 

Whatsapp-channel Whatsapp-channel

27 December, 2023 09:30 AM IST | Tamil Nadu | Gujarati Mid-day Online Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK