Election 2019:ચૂંટણી પંચે 'PM મોદી' સહિત તમામ બાયોપિક પર લગાવી રોક
ચૂંટણી પંચે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર બનેલી ફિલ્મ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની રિલીઝ પર રોક લગાવી દીધી છે. ન્યૂઝ એજન્સી પીટીઆઈ મુજબ લોકસભાની ચૂંટણી દરમિયાન આ પ્રકારની કોઈ પણ બાયોપિક રિલીઝ કરવા પર રોક લગાવી દેવાઈ છે. આ પહેલા બુધવારે સવારે સુપ્રીમ કોર્ટે મોદીની બાયોપિક પર રોક લગાવવાની અરજી ફગાવી દીધી હતી.