Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > રાષ્ટ્રીય સમાચાર > આર્ટિકલ્સ > News in Shorts: પોલીસને બચકું ભરનાર બળાત્કારનો આરોપી HIV પૉઝિટિવ નીકળ્યો એટલે ખળભળાટ

News in Shorts: પોલીસને બચકું ભરનાર બળાત્કારનો આરોપી HIV પૉઝિટિવ નીકળ્યો એટલે ખળભળાટ

Published : 19 October, 2026 04:07 PM | Modified : 19 October, 2026 04:08 PM | IST | New Delhi
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

આ સવાલનો રાજનાથ સિંહે જવાબ ન આપ્યો, પ્રેસ-કૉન્ફરન્સ છોડીને જતા રહ્યા

પ્રતીકાત્મક ફાઇલ તસવીર

પ્રતીકાત્મક ફાઇલ તસવીર


મધ્ય પ્રદેશના છતરપુર જિલ્લામાં એક આરોપીને પકડવા ગયેલી પોલીસ-ટીમ પર હુમલો થવાની ગંભીર ઘટના સામે આવી હતી. બક્સવાહા પોલીસ-મથક વિસ્તારમાં બળાત્કારના કેસમાં લાંબા સમયથી ફરાર એક વૉન્ટેડ આરોપી છુપાયો હોવાની બાતમી મળી હતી. આ માહિતીના આધારે પોલીસની ટીમ તેને પકડવા પહોંચી હતી. પોલીસને જોતાં જ આરોપીએ ભાગવાનો પ્રયાસ કર્યો હતો અને ઝપાઝપી દરમ્યાન તેણે એક પોલીસ-જવાનના હાથ પર બચકું ભરી લીધું હતું. 
આરોપીના કરડવાથી જવાનના હાથમાંથી મોટા પ્રમાણમાં લોહી વહેવા લાગ્યું હતું. જોકે અન્ય પોલીસે ભારે જહેમત બાદ આરોપીને ઝડપી પાડ્યો હતો. આ ઘટના બાદ ઈજાગ્રસ્ત જવાનને તાત્કાલિક સારવાર માટે સ્થાનિક હૉસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો. અહીં ડૉક્ટરની સલાહ પર આરોપીની પણ બ્લડ-ટેસ્ટ કરવામાં આવી હતી જેનો મેડિકલ રિપોર્ટ આવતાં જ પોલીસ અને આરોગ્ય-કર્મચારીઓ ચોંકી ગયા હતા. 
આરોપીનો રિપોર્ટ HIV એટલે કે હ્યુમન ઇમ્યુનોડેફિશિયન્સી વાઇરસ માટે પૉઝિટિવ આવ્યો હતો જેના કારણે તાત્કાલિક વિશેષ તકેદારીનાં પગલાં લેવામાં આવ્યાં હતાં. 

શા માટે રામભક્તો પર ગોળીબારનો આદેશ આપનારા મુલાયમ સિંહને પદ્‍મવિભૂષણ આપવામાં આવ્યો? આ સવાલનો રાજનાથ સિંહે જવાબ ન આપ્યો, પ્રેસ-કૉન્ફરન્સ છોડીને જતા રહ્યા



રામભક્તો પર ગોળીબારનો આદેશ આપનારા મુલાયમ સિંહને શા માટે પદ્‍મપુરસ્કાર આપવામાં આવ્યો હતો એવો સવાલ ગઈ કાલે કેન્દ્રીય સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહને પૂછવામાં આવ્યો હતો. જોકે તેમણે જવાબ આપવાનું ટાળી દીધું હતું અને પ્રેસ-કૉન્ફરન્સ છોડીને જતા રહ્યા હતા.


એક પત્રકારે રાજનાથ સિંહને પૂછ્યું હતું કે BJPની આગેવાની હેઠળની સરકારે મુલાયમ સિંહ યાદવને ભારતનું બીજા ક્રમનું સર્વોચ્ચ નાગરિક સન્માન પદ્‍મવિભૂષણ કેમ આપ્યું? આના જવાબમાં રાજનાથ સિંહે કહ્યું હતું કે ‘ચાલો જોઈએ છીએ. એનાં ઘણાં કારણો હતાં. ખૂબ-ખૂબ આભાર.’ આમ કહીને તેમણે પ્રેસ-કૉન્ફરન્સ સમાપ્ત કરી હતી. 


પ્રેસ-કૉન્ફરન્સ છોડીને જતા રાજનાથ સિંહ.


ઉલ્લેખનીય છે કે ઉત્તર પ્રદેશના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન મુલાયમ સિંહ યાદવે ૧૯૯૦માં અયોધ્યામાં રામ મંદિર આંદોલનના સમર્થકો પર પોલીસ-ગોળીબારનો આદેશ આપ્યો હતો. 

ઉત્તરાખંડમાં આદિ બદ્રીમા ભગવતી મંદિરમાં આગ, સદીઓ જૂનું આસ્થાનું કેન્દ્ર બળીને રાખ

ઉત્તરાખંડના બાગેશ્વર જિલ્લાના બડિયાકોટ ગામમાં આવેલું પ્રાચીન આદિ બદ્રીમા ભગવતી મંદિર શુક્રવારે સાંજે લાગેલી આગને કારણે ગંભીર રીતે ક્ષતિગ્રસ્ત થયું છે. આ આગથી મંદિરના મુખ્ય લાકડાના માળખાને નુકસાન પહોંચ્યું છે. આ મંદિર એની ઝીણવટભરી કોતરણી તેમ જ સ્થાનિક સમુદાય માટેના એના ધાર્મિક અને સાંસ્કૃતિક મહત્ત્વ માટે જાણીતું છે. આગ લાગવાનું કારણ હજી સુધી સ્પષ્ટ થયું નથી. પહાડ પર આવેલા આ લાકડાના મંદિરમાં આગની આ પહેલી ઘટના છે.

નકલી ટમૅટો સૉસનો હવે ૧૦,૬૩૦ કિલો જથ્થો પકડાયો અમદાવાદમાં

એક પણ ટમૅટું નાખ્યા વગર બનતા અને ટમૅટો સૉસ જેવા દેખાતા સૉસનું વધુ એક એકમ અમદાવાદમાં પકડાયું છે. અમદાવાદ મ્યુનિસિપલ કૉર્પોરેશનના ફૂડ સેફ્ટી વિભાગે ગઈ કાલે આઇશ્રી ખોડિયાર ગૃહઉદ્યોગ એકમમાં તપાસ હાથ ધરીને ૧૦,૬૩૦ કિલો જથ્થો સ્થગિત કર્યો હતો. આ જથ્થામાંથી સૅમ્પલ લઈને તપાસ માટે લૅબોરેટરીમાં મોકલી આપી એકમને સીલ કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. અગાઉ આવી જ એક કાર્યવાહીમાં ૨૦૦૦ કિલો નકલી સૉસ જપ્ત કરવામાં આવ્યો હતો.
ફૂડ-સેફ્ટી વિભાગ દ્વારા અમદાવાદના ગોતા વિસ્તારમાં આવેલી આઇશ્રી ખોડિયાર ગૃહઉદ્યોગ એકમમાં તૈયાર ઉત્પાદન અને કાચા માલનો ૪,૨૦,૨૫૦ રૂપિયાની કિંમતનો આશરે ૧૦,૬૩૦ કિલો જથ્થો સ્થગિત કરવામાં આવ્યો હતો. તપાસ દરમ્યાન જાણવા મળ્યું હતું કે ઉત્પાદન-પ્રક્રિયામાં પાણી, ખાંડ, સ્ટાર્ચ પાઉડર, બટાટા, મીઠું, કલર, ઍસિટિક ઍસિડ, પ્રિઝર્વેટિવ તથા સ્ટૅબિલાઇઝર ઉમેરવામાં આવતાં હતાં. આ રીતે તૈયાર થતું ઉત્પાદન દેખાવમાં ટમૅટો-સૉસ જેવું લાગતું હતું, પરંતુ એની બનાવટના કોઈ પણ તબક્કે ટમૅટાંનો ઉપયોગ કરવામાં આવતો નહોતો. 

દિલ્હી-મુંબઈ એક્સપ્રેસવે પર ટેમ્પો-ટ્રાવેલરે પલટી ખાધી, આઠ જણના જીવ જતા રહ્યા

રાજસ્થાનના કોટા જિલ્લામાં દિલ્હી-મુંબઈ એક્સપ્રેસવે પર ભોપાલથી ખાટુ શ્યામ જઈ રહેલો ટેમ્પો-ટ્રાવેલર પલટી ખાઈને ડિવાઇડર કુદાવીને ૨૦ ફુટ નીચે નાળામાં પડતાં ઓછામાં ઓછા ૮ જણે જીવ ગુમાવ્યા હતા. સવારે આશરે ૭ વાગ્યે ડ્રાઇવરે વાહન પરનો કન્ટ્રોલ ગુમાવ્યાના પગલે આ દુર્ઘટના સિમલ્યા પાસે કરાડિયા ટોલ પ્લાઝા પાસે બની હતી. બસમાં ૨૧ શ્રદ્ધાળુઓ પ્રવાસ કરી રહ્યા હતા.

નકલી ટમૅટો સૉસનો હવે ૧૦,૬૩૦ કિલો જથ્થો પકડાયો અમદાવાદમાં

એક પણ ટમૅટું નાખ્યા વગર બનતા અને ટમૅટો સૉસ જેવા દેખાતા સૉસનું વધુ એક એકમ અમદાવાદમાં પકડાયું છે. અમદાવાદ મ્યુનિસિપલ કૉર્પોરેશનના ફૂડ સેફ્ટી વિભાગે ગઈ કાલે આઇશ્રી ખોડિયાર ગૃહઉદ્યોગ એકમમાં તપાસ હાથ ધરીને ૧૦,૬૩૦ કિલો જથ્થો સ્થગિત કર્યો હતો. આ જથ્થામાંથી સૅમ્પલ લઈને તપાસ માટે લૅબોરેટરીમાં મોકલી આપી એકમને સીલ કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. અગાઉ આવી જ એક કાર્યવાહીમાં ૨૦૦૦ કિલો નકલી સૉસ જપ્ત કરવામાં આવ્યો હતો.
ફૂડ-સેફ્ટી વિભાગ દ્વારા અમદાવાદના ગોતા વિસ્તારમાં આવેલી આઇશ્રી ખોડિયાર ગૃહઉદ્યોગ એકમમાં તૈયાર ઉત્પાદન અને કાચા માલનો ૪,૨૦,૨૫૦ રૂપિયાની કિંમતનો આશરે ૧૦,૬૩૦ કિલો જથ્થો સ્થગિત કરવામાં આવ્યો હતો. તપાસ દરમ્યાન જાણવા મળ્યું હતું કે ઉત્પાદન-પ્રક્રિયામાં પાણી, ખાંડ, સ્ટાર્ચ પાઉડર, બટાટા, મીઠું, કલર, ઍસિટિક ઍસિડ, પ્રિઝર્વેટિવ તથા સ્ટૅબિલાઇઝર ઉમેરવામાં આવતાં હતાં. આ રીતે તૈયાર થતું ઉત્પાદન દેખાવમાં ટમૅટો-સૉસ જેવું લાગતું હતું, પરંતુ એની બનાવટના કોઈ પણ તબક્કે ટમૅટાંનો ઉપયોગ કરવામાં આવતો નહોતો. 

ડોનલ્ડ ટ્રમ્પે ભારતને આપી મોટી રાહત, રશિયન તેલની ખરીદી પર ૧૦૦ ટકા ટૅરિફનો ખતરો ટળ્યો

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનલ્ડ ટ્રમ્પે ભારતને મોટી રાહત આપી છે જેના કારણે રશિયન તેલની ખરીદી પર ૧૦૦ ટકા ટૅરિફનો ખતરો ટળી ગયો છે. ડોનલ્ડ ટ્રમ્પે રશિયાના અર્થતંત્રને લક્ષ્ય બનાવતા વ્યાપક પ્રતિબંધ પૅકેજને સ્થગિત કરતાં એક એક્ઝિક્યુટિવ ઑર્ડર પર શુક્રવારે હસ્તાક્ષર કર્યા હતા. આ મુદ્દે તેમણે કૉન્ગ્રેસને જણાવ્યું હતું કે આમ કરવું રાષ્ટ્રીય હિતમાં છે. 
ટ્રમ્પે રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન સાથે કરારની જાહેરાત કર્યા પછી આ પગલું લેવામાં આવ્યું છે જેના હેઠળ રશિયા વૈશ્વિક ઊર્જાના ભાવ ઘટાડવા માટે ડીઝલ સપ્લાય કરશે. આ મુદ્દે  ટ્રમ્પે કહ્યું હતું કે રશિયા શરૂઆતમાં ૩,૦૦,૦૦૦ ટનથી વધુ સપ્લાય કરશે, ત્યાર બાદ નવેમ્બર અને પછીના મહિનાઓમાં વધુ શિપમેન્ટ કરવામાં આવશે.

Whatsapp-channel Whatsapp-channel

19 October, 2026 04:08 PM IST | New Delhi | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK