આગને કાબૂમાં લેવા સેના અને ફાયર-બ્રિગેડ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી.
વાઇરલ વિડીયોમાંથી સ્ક્રીનશૉટ
જમ્મુ-કાશ્મીરની આંતરરાષ્ટ્રીય સીમા અને નિયંત્રણરેખા પાસે છેલ્લી કેટલીક રાતોથી ડ્રોન દેખાવાના સિલસિલા પછી પૂંછ જિલ્લાના બાલાકોટમાં એક પછી એક લૅન્ડમાઇન્સ ફાટી હતી.
આ ધમાકાને કારણે જંગલમાં આગ લાગી ગઈ હતી. આગને કાબૂમાં લેવા સેના અને ફાયર-બ્રિગેડ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી.
સોમવારે બપોરે ૧.૫૦ વાગ્યે બાલાકોટ સેક્ટરમાં આગ લાગતાં પાંચ સુરંગોમાં વિસ્ફોટ થયો હતો. એ આગ ધીમે-ધીમે ફેલાઈ રહી હોવાથી આસપાસના વિસ્તારોમાં મૂકેલી લૅન્ડમાઇન્સ પણ ફાટી હતી અને એક પછી એક વધુ ધમાકાઓ સાંભળવા મળ્યા હતા. આ દરમ્યાન કોઈ જાનહાનિ નહોતી થઈ. સીમા વિસ્તાર પર લૅન્ડમાઇન્સ ઘૂસણખોરી રોકવા માટે બિછાવવામાં આવી હતી.
સુરક્ષા એજન્સીઓનું કહેવું છે કે પાકિસ્તાન આવા ધમાકા કરીને આતંકવાદીઓને ઘુસાડવાની કોશિશમાં છે.


