દિવાળી સુધી પ્રદર્શનો ચાલુ રહેશે તો નુકસાનીનો આંકડો ૧૦,૦૦૦ કરોડ રૂપિયાને પાર થવાની ચેમ્બર ઑફ ટ્રેડ ઍન્ડ ઇન્ડસ્ટ્રીની ચેતવણી
કનૉટ પ્લેસ
ADVERTISEMENT
સંસ્થાએ ચેતવણી આપી કે જો દિવાળી સુધી આવા દેખાવો ચાલુ રહેશે તો નુકસાનીનો આંકડો ૧૦,૦૦૦ કરોડ રૂપિયાને પાર પહોંચી શકે છે. સરકારે તહેવારોના સમયે સેન્ટ્રલ દિલ્હીમાં પ્રદર્શનો પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકવો જોઈએ અને વેપારીઓને નુકસાની સામે યોગ્ય રાહત પૅકેજ આપવા સાથે ગુડ્સ ઍન્ડ સર્વિસિસ ટૅક્સ (GST)માં છૂટ આપવી જોઈએ. એવી પણ માગણી કરવામાં આવી હતી. પ્રદર્શન માટે દિલ્હીની બહાર કાયમી વ્યવસ્થા ઊભી કરવાની માગણી પણ CTI દ્વારા સત્તાવાર રીતે કરવામાં આવી હતી. પોલીસ બળજબરીથી દુકાનો બંધ ન કરાવે અને વેપારીઓને પૂરતી સુરક્ષા આપે એ ખૂબ જરૂરી હોવાનું પણ તેમણે જણાવ્યું હતું.
નેહા બોરાને ૧૨ કલાકે સવારે છોડવામાં આવી
બીજી તરફ ઑલ ઇન્ડિયા સ્ટુડન્ટ્સ અસોસિએશન (AISA)ની પ્રમુખ નેહા બોરાની પણ મંડી હાઉસથી અટકાયત કરાઈ હતી જેને ૧૨ કલાક પછી શનિવારે વહેલી સવારે મુક્ત કરવામાં આવી હતી. છૂટ્યા બાદ નેહા બોરાએ દિલ્હી પોલીસની કાર્યવાહીને ગેરકાયદે ગણાવીને મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમારના રાજીનામા તથા સ્પેશ્યલ ઇન્ટેન્સિવ રિવિઝન (SIR) પ્રક્રિયા તાત્કાલિક રદ કરવાની માગણી કરી હતી.
અભિજિત દીપકે પાસે નવેસરથી એક વર્ષનો પીસ-બૉન્ડ સાઇન કરાવીને જામીન આપ્યા કોર્ટે અગાઉના પીસ-બૉન્ડના ભંગ બદલ અટકાયત પછી ધરપકડ કરવામાં આવી હતી
દિલ્હીમાં ‘લહરા દો તિરંગા’ આંદોલનમાં ભાગ લેવા જતાં કૉક્રૉચ જનતા પાર્ટી (CJP)ના સંસ્થાપક અભિજિત દીપકેને શનિવારે શરતી જામીન પર મુક્ત કરવામાં આવ્યો હતો. શુક્રવારે નવી દિલ્હીના કનૉટ પ્લેસના સેન્ટ્રલ પાર્ક ખાતેના દેખાવોમાં જતા પહેલાં જ તેના ઘર પાસેથી પોલીસે તેની અટકાયત કરી હતી. ત્યાર બાદ શનિવારે સવારે દિલ્હી પોલીસે તેની સત્તાવાર ધરપકડ બતાવી હતી.
દિલ્હી પોલીસના સત્તાવાર નિવેદન અનુસાર અગાઉ ૧૦ ઑક્ટોબરે દિલ્હી ઍરપોર્ટ પર ફ્લાઇટમાં અટકાયત બાદ અભિજિત દીપકે પાસે એક વર્ષ સુધી શાંતિ જાળવવા માટે પીસ-બૉન્ડ ભરાવવામાં આવ્યો હતો. આ નવા પ્રદર્શન દ્વારા તેણે એ જૂના બૉન્ડની શરતોનો સ્પષ્ટ ભંગ કર્યો હતો જેથી ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા (BNSS)ની કલમ ૧૨૬ અને ૧૭૦ હેઠળ શાંતિભંગના નવા કેસમાં તેની ધરપકડ કરવામાં આવી હતી.
શનિવારે અભિજિત દીપકેને સ્પેશ્યલ એક્ઝિક્યુટિવ મૅજિસ્ટ્રેટ (SEM) કોર્ટના ન્યાયાધીશ સમક્ષ રજૂ કરાયો હતો, જ્યાં તેની પાસે ફરીથી નવો પીસ-બૉન્ડ સાઇન કરાવીને જામીન અપાયા હતા. એક વર્ષ શાંતિ જાળવવાની બાંયધરી અને કડક શરતે મુક્ત કરવામાં આવ્યો હતો.
જંતર મંતર ફરીથી હસ્તગત કરવા પહોંચ્યા પ્રદર્શનકારીઓ
દિલ્હી પોલીસે જંતર મંતરને જાહેર દેખાવો માટેના નિયુક્ત સ્થળ તરીકે રદ કર્યાના થોડા દિવસો બાદ શનિવારે મોટી સંખ્યામાં પ્રદર્શનકારીઓએ મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમારના રાજીનામાની માગણી સાથે રીક્લેમ જંતર મંતર માર્ચનું આયોજન કર્યું હતું. આ માર્ચ દરમ્યાન સુરક્ષાજવાનોએ અનેક પ્રદર્શનકારીઓની અટકાયત કરી હતી.
જ્ઞાનેશ કુમારના વિરોધમાં હવે દિલ્હી પર ખેડૂતોની ૨૩ ઑક્ટોબરે કૂચ
સંયુક્ત કિસાન મોરચા (SKM)એ ૨૩ ઑક્ટોબરે દિલ્હી-કૂચ અને દેશવ્યાપી વિરોધ-પ્રદર્શનોની જાહેરાત કરી છે જેમાં મતદારયાદીઓના સ્પેશ્યલ ઇન્ટેન્સિવ રિવિઝન (SIR)માં કથિત અનિયમિતતાઓ બદલ મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમારના રાજીનામાની માગણી કરવામાં આવશે.
આ મુદ્દે વરિષ્ઠ ખેડૂત નેતા અને અખિલ ભારતીય કિસાન સભા (AIKS)ના પ્રમુખ અશોક ધવલે જણાવ્યું હતું કે ‘SKMના બૅનર હેઠળ યોજાનારા આ પ્રદર્શનમાં વિવિધ ખેડૂત-સંગઠનો ભાગ લે એવી અપેક્ષા છે. આંદોલનના સમર્થનમાં દેશભરના જિલ્લા, તાલુકા અને બ્લૉક મુખ્યાલયો પર એકસાથે વિરોધ-પ્રદર્શનો પણ કરવામાં આવશે. ખેડૂતો દમનકારી કાર્યવાહીથી ડરતા નથી. આ આંદોલનમાં માત્ર ખેડૂતો જ નહીં, વિદ્યાર્થીઓ, યુવાનો, મહિલાઓ, નાગરિક સમાજ સંગઠનો અને ટ્રેડ યુનિયનો પણ સામેલ થઈ શકે છે.’
