જણાવાયું છે કે કોવિડ પૉઝિટિવ આવનાર મહિલા કિડનીની ગંભીર બીમારીથી પીડાતી હતી અને મલ્ટિ-ઑર્ગન ફેલ્યરને કારણે તેનું મૃત્યુ થયું હતું.
પ્રતીકાત્મક ફાઈલ તસવીર
દેશમાં લાંબા સમય બાદ કોરોનાવાઇરસે ફરી દસ્તક દીધી છે. મધ્ય પ્રદેશના ઇન્દોર શહેરમાં બે નવા કોવિડ-19 પૉઝિટિવ દરદી સામે આવ્યા છે જેનાથી સ્વાસ્થ્ય વિભાગમાં હડકંપ મચી ગયો છે. બે દરદીમાંથી એકનું સારવાર દરમ્યાન મોત નીપજ્યું છે. જોકે દેવાસનો એક દરદી હજી સારવાર હેઠળ છે. જણાવાયું છે કે કોવિડ પૉઝિટિવ આવનાર મહિલા કિડનીની ગંભીર બીમારીથી પીડાતી હતી અને મલ્ટિ-ઑર્ગન ફેલ્યરને કારણે તેનું મૃત્યુ થયું હતું.

