Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > રાષ્ટ્રીય સમાચાર > આર્ટિકલ્સ > કૉન્ગ્રેસના ફંડમાં એક વર્ષમાં ૭૫% નો કડાકો

કૉન્ગ્રેસના ફંડમાં એક વર્ષમાં ૭૫% નો કડાકો

Published : 09 November, 2026 02:13 PM | IST | Delhi
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

૨૦૨૫-૨૬માં ૧૩૦.૬૯ કરોડ રૂપિયા મળ્યા, ૧૦ વર્ષમાં સૌથી ઓછું દાન

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર


કૉન્ગ્રેસ પાર્ટીને ૨૦ હજાર રૂપિયાથી વધુના દાનથી મળતી રકમમાં લગભગ ૭૫%નો ઘટાડો નોંધાયો છે. ૨૦૨૫-૨૬ના વર્ષમાં પાર્ટીને માત્ર ૧૩૦.૬૯ કરોડ રૂપિયાનું દાન મળ્યું હતું, જ્યારે ૨૦૨૪-૨૫માં આ આંકડો ૫૧૭.૩૯ કરોડ રૂપિયા હતો. ઇલેક્શન કમિશનમાં જમા કરાવાયેલા રિપોર્ટમાંથી આ વિગતો સામે આવી હતી. છેલ્લા એક દાયકામાં કૉન્ગ્રેસના ફંડમાં આ સૌથી ઝડપી ઘટાડો છે.
અહેવાલ મુજબ આ ઘટાડા પાછળનું મુખ્ય કારણ પ્રુડન્ટ ઇલેક્ટોરલ ટ્રસ્ટ તરફથી મળતા ફંડમાં થયેલો ઘટાડો છે. ૨૦૨૪-૨૫માં આ ટ્રસ્ટે ૨૧૬.૩૪ કરોડ રૂપિયા આપ્યા હતા જે ૨૦૨૫-૨૬માં ઘટીને સીધા ૨૫ કરોડ રૂપિયા થઈ ગયા છે. એટલે કે એમાં ૮૮% નો ઘટાડો થયો હતો. આંકડા મુજબ સ્ટાર સિમેન્ટ તરફથી પાંચ કરોડ રૂપિયા મળ્યા હતો.
પ્રુડન્ટ ટ્રસ્ટ કંપનીઓ પાસેથી ફંડ એકઠું કરતું સૌથી મોટું કલેક્શન સેન્ટર છે અને છેલ્લાં ૧૦ વર્ષથી એનો સૌથી મોટો લાભ ભારતીય જનતા પાર્ટી (BJP)ને જ મળતો રહ્યો છે. બીજી તરફ ૨૦૨૪-૨૫ના વર્ષમાં BJPને ૬,૦૭૪.૦૨ કરોડ રૂપિયાનું દાન મળ્યું હતું, જે કૉન્ગ્રેસ કરતાં ૧૨ ગણું વધુ હતું. જોકે હજુ સુધી નાના દાન અને સભ્યપદ ફી સહિતની કૉન્ગ્રેસની કુલ આવકના આંકડા જાહેર થયા નથી.


Whatsapp-channel Whatsapp-channel

09 November, 2026 02:13 PM IST | Delhi | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK