Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > રાષ્ટ્રીય સમાચાર > આર્ટિકલ્સ > પાકિસ્તાનને જવાબ આપનારા ‘વીર’ને અભિનંદન

પાકિસ્તાનને જવાબ આપનારા ‘વીર’ને અભિનંદન

23 November, 2021 11:45 AM IST | New Delhi
Agency

આ લડાઈમાં તે પાકિસ્તાન હસ્તકના કાશ્મીરમાં જતો રહ્યો હતો અને તેનું મિગ-૨૧ ઍરક્રાફ્ટ ક્રૅશ થયું હતું, જેને લીધે તેણે દુશ્મનના પ્રદેશમાં કૂદવું પડ્યું હતું. 

પાકિસ્તાનને જવાબ આપનારા ‘વીર’ને અભિનંદન

પાકિસ્તાનને જવાબ આપનારા ‘વીર’ને અભિનંદન


ઇન્ડિયન ઍરફોર્સના ગ્રુપ-કૅપ્ટન અભિનંદન વર્ધમાનનું ગઈ કાલે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદના હસ્તે વીર ચક્રથી સન્માન કરવામાં આવ્યું હતું. બાલાકોટ ઍરસ્ટ્રાઇકના એક દિવસ પછી ૨૭ ફેબ્રુઆરીએ અભિનંદને હવાઈ-યુદ્ધ દરમ્યાન પાકિસ્તાનનું એફ-૧૬ ફાઇટર ઍરક્રાફ્ટ તોડી પાડ્યું હતું. 
જોકે આ લડાઈમાં તે પાકિસ્તાન હસ્તકના કાશ્મીરમાં જતો રહ્યો હતો અને તેનું મિગ-૨૧ ઍરક્રાફ્ટ ક્રૅશ થયું હતું, જેને લીધે તેણે દુશ્મનના પ્રદેશમાં કૂદવું પડ્યું હતું. 
એ પછી પાકિસ્તાનની આર્મીએ તેને કસ્ટડીમાં લીધો હતો. જોકે ભારતે ખૂબ પ્રેશર કરતાં આખરે પાકિસ્તાનની આર્મીએ અભિનંદનને મુક્ત કરવો પડ્યો હતો. 
ભારતે ૨૬ ફેબ્રુઆરીએ હવાઈ-હુમલો કરીને જૈશ-એ-મોહમ્મદની પાકિસ્તાનમાં રહેલી આતંકવાદી છાવણીઓનો સફાયો કર્યો હતો. અભિનંદનને રિસન્ટ્લી ગ્રુપ-કૅપ્ટનના રૅન્કનું પ્રમોશન આપવામાં આવ્યું હતું. 

આતંકવાદીઓનો સફાયો કરનારા જવાનોનું સન્માન



પ્રકાશ જાધવને મરણોપરાંત કીર્તિચક્ર, મેજર વિભૂતિ શંકર ઢોંડિયાલ, લાન્સ નાયક સંદીપ સિંહ  અને નાયબ સુબેદાર સોમબીરને મરણોપરાંત શૌર્યચક્ર, મહેશકુમાર ભૂરેને શૌર્યચક્ર

રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે દેશની સુરક્ષા માટે જબરદસ્ત સાહસ દાખવનારા જવાનોનું વીરતા પુરસ્કારોથી સન્માન કર્યું હતું.
જમ્મુ-કાશ્મીરમાં એક ઑપરેશનમાં આતંકવાદીઓને ઠાર મારનારા સુપર પ્રકાશ જાધવનું મરણોપરાંત કીર્તિચક્રથી સન્માનિત કરવામાં આવ્યા હતા. તેમનાં વાઇફ અને માતાએ આ અવૉર્ડ સ્વીકાર્યો હતો. 

મેજર વિભૂતિ શંકર ઢોંડિયાલનું એક ઑપરેશનમાં સાહસ દાખવવા બદલ મરણોપરાંત શૌર્યચક્રથી સન્માન કરવામાં આવ્યું હતું કે જેમાં પાંચ આતંકવાદીઓનો સફાયો કરવામાં આવ્યો હતો અને ૨૦૦ કિલો વિસ્ફોટક સામગ્રી જપ્ત કરવામાં આવી હતી. તેમની વાઇફ લેફ્ટનન્ટ નિકિતા કૌલ અને માતાએ આ અવૉર્ડ સ્વીકાર્યો હતો. 
જમ્મુ-કાશ્મીરમાં એક ઑપરેશન દરમ્યાન એ++ કેટેગરીના એક આતંકવાદીને ઠાર મારવા બદલ નાયબ સુબેદાર સોમબીરનું મરણોપરાંત શૌર્યચક્રથી સન્માન કરવામાં આવ્યું હતું. તેમનાં વાઇફ સુમનદેવી અને માતા રાજેન્દ્રદેવીએ આ અવૉર્ડ સ્વીકાર્યો હતો.
રાષ્ટ્રપતિએ જમ્મુ-કાશ્મીરમાં એક ઑપરેશનમાં એક વિદેશી આતંકવાદીને ઠાર અને અન્ય બે આતંકવાદીને ઘાયલ કરવા બદલ સ્પેશ્યલ ફોર્સના લાન્સ નાયક સંદીપ સિંહનું મરણોપરાંત શૌર્યચક્રથી સન્માન કર્યું હતું. તેમનાં પત્ની ગુરપ્રીત કૌરે આ અવૉર્ડ સ્વીકાર્યો હતો. 

રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે મેજર મહેશકુમાર ભૂરેનું પણ શૌર્યચક્રથી સન્માન કર્યું હતું. એક ઑપરેશનમાં અભૂતપૂર્વ નેતૃત્વ અને સાહસ દાખવવા બદલ તેમને આ અવૉર્ડ આપ્યો હતો. ૨૫ નવેમ્બર, ૨૦૧૮ના રોજ જમ્મુ-કાશ્મીરમાં પાર પાડવામાં આવેલા આ ઑપરેશનમાં છ ટોચના આતંકવાદી કમાન્ડર ઠાર મરાયા હતા. 

Whatsapp-channel Whatsapp-channel

23 November, 2021 11:45 AM IST | New Delhi | Agency

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK