Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > રાષ્ટ્રીય સમાચાર > આર્ટિકલ્સ > અભિજિત દીપકેના આજના લહરા દો ‌તિરંગા મોરચા પર રોક લગાવવાની અરજી ફગાવી

અભિજિત દીપકેના આજના લહરા દો ‌તિરંગા મોરચા પર રોક લગાવવાની અરજી ફગાવી

Published : 16 October, 2026 07:57 PM | IST | Delhi
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

વેપારીઓની અરજી ફગાવીને અદાલતે પોલીસની દલીલ સાંભળી અને ભીડને નિયંત્રિત કરવા માટે પૂરતાં પગલાં લેવાની સ્પષ્ટ ખાતરી મેળવી,

બંદ કરો, દફા હો જાઓ

બંદ કરો, દફા હો જાઓ


દિલ્હી હાઈ કોર્ટે કૉક્રૉચ જનતા પાર્ટી (CJP) દ્વારા કનૉટ પ્લેસના સેન્ટ્રલ પાર્કમાં આયોજિત આજના પ્રદર્શન પર કોઈ પણ પ્રકારની રોક લગાવવાનો સ્પષ્ટ ઇનકાર કરી દીધો હતો. પાર્ટીના સ્થાપક અભિજિત દીપકે દ્વારા આપવામાં આવેલા આ આજના પ્રદર્શનના એલાન વિશે હાઈ કોર્ટમાં લાઇસન્સ ધરાવતા એક સ્ટ્રીટવેન્ડર દ્વારા અરજી દાખલ કરવામાં આવી હતી. 
આ અરજીમાં એવી માગણી કરવામાં આવી હતી કે તહેવારોની મોસમ ચાલી રહી હોવાથી આજના પ્રદર્શનના કારણે વેપારીઓને મોટું નુકસાન થઈ શકે છે જેથી એના પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકવામાં આવવો જોઈએ. જોકે કાર્યકારી મુખ્ય ન્યાયાધીશ નીતિન વાસુદેવ સામ્બ્રે અને ન્યાયમૂર્તિ સંજય શર્માની ખંડપીઠે દિલ્હી પોલીસની દલીલ સાંભળ્યા બાદ પ્રદર્શન રોકવાનો ઇનકાર કર્યો હતો. ઍડિશનલ સૉલિસિટર જનરલ ચેતન શર્માએ અદાલત સમક્ષ સ્પષ્ટ ખાતરી આપી હતી કે દિલ્હી પોલીસ દ્વારા કાયદા મુજબ પ્રદર્શન અને ભીડને નિયંત્રિત કરવા માટે તમામ જરૂરી પગલાં લેવાંમાં આવશે. કોર્ટે પોલીસના આ જવાબને રેકૉર્ડ પર લીધો હતો. 
બીજી તરફ નવી દિલ્હી મ્યુનિસિપલ કૉર્પોરેશને વહીવટી કારણોસર ૧૬ અને ૧૭ ઑક્ટોબરે સેન્ટ્રલ પાર્ક સામાન્ય જનતા માટે બંધ રાખવાનો મોટો નિર્ણય લીધો હતો, પરંતુ પ્રદર્શનકારીઓને પ્રવેશ મળશે કે નહીં એ વિશે હજી સુધી કોઈ ચોક્કસ અને સ્પષ્ટ માહિતી બહાર આવી શકી નથી. અભિજિત દીપકે દ્વારા તમામ લોકોને રાષ્ટ્રધ્વજ સાથે મોટી સંખ્યામાં એકઠા થવાની હાકલ અગાઉથી જ કરવામાં આવી ચૂકી છે. 

બંદ કરો, દફા હો જાઓ



ગઈ કાલે કૉક્રૉચ જનતા પાર્ટીના સ્થાપક અ‌ભિ‌જિત દીપકેએ અને ઑલ ઇ‌ન્ડિયા સ્ટુડન્ટ્સ અસો‌સિએશનની નૅશનલ પ્રે‌સિડન્ટ નેહા બોરાએ ‌દિલ્હીમાં સંયુક્ત પત્રકાર-પ‌રિષદનું આયોજન કર્યું હતું. આ પ્રેસ-કૉન્ફરન્સમાં એક તબક્કે ધમાલ થઈ ગઈ હતી અને ‘બંદ કરો, દફા હો જાઓ’ કહીને તેમનો ‌વિરોધ કરવામાં આવ્યો હતો.


CJPના આંદોલન સમયે દિલ્હીમાં ઇન્ટરનેટ બંધ કરવા બદલ સરકારે સુપ્રીમ કોર્ટમાં બિનશરતી માફી માગી

રાયસીના હિલ વિસ્તારમાં ૪ કિલોમીટર સુધી મોબાઇલ ઇન્ટરનેટ બંધ કરવાનાં આકરાં પગલાં વિશે સરકારે પોતાનો બચાવ કરીને કોર્ટને નિયમોમાં સુધારો કરવાની માગણી કરી


નવી દિલ્હીમાં કૉક્રૉચ જનતા પાર્ટી (CJP)ના આંદોલનને પગલે ૧૦ ઑક્ટોબરે કેટલાક વિસ્તારોમાં ઇન્ટરનેટ સ‌ર્વિસ સંપૂર્ણપણે બંધ કરવા વિશે સુપ્રીમ કોર્ટમાં દાખલ થયેલી યાચિકામાં કેન્દ્ર સરકારે નવો બચાવ રજૂ કર્યો હતો. બુધવારે કોર્ટમાં રજૂ કરેલા સોગંદનામામાં સરકારે સ્પષ્ટ કર્યું હતું કે કોર્ટના કોઈ પણ આદેશનું ઇરાદાપૂર્વક ઉલ્લંઘન કરાયું નથી. જોકે મંજૂરી વિના થઈ રહેલા આંદોલનને રોકવા માટે લેવાયેલાં આ આકરાં પગલાં વિશે સરકારે કોર્ટની બિનશરતી માફી માગી હતી. 
સરકારે ભારપૂર્વક જણાવ્યું હતું કે જાહેર કાયદો અને વ્યવસ્થા ખોરવાય નહીં એ માટે ટૂંકા સમય પૂરતી ઇન્ટરનેટ સ‌ર્વિસ બંધ કરવી અત્યંત જરૂરી હતી અને પ્રવર્તમાન પરિસ્થિતિ જોતાં આ અત્યંત યોગ્ય પગલું હતું. દિલ્હી પોલીસે ૯ ઑક્ટોબરે રાત્રે ૧૦ વાગ્યાથી ૧૦ ઑક્ટોબરે રાત્રે ૧૦ વાગ્યા સુધી રાયસીના હિલ વિસ્તારમાં ૪ કિલોમીટરના અંતરમાં મોબાઇલ ઇન્ટરનેટ સ‌ર્વિસ સંપૂર્ણપણે બંધ કરી દીધી હતી.
બીજી તરફ સરકારે કોર્ટને એવી પણ અપીલ કરી હતી કે આંદોલન દરમ્યાન લાદવામાં આવેલાં નિયંત્રણો વિશે કેન્દ્રીય ગૃહ સચિવને ફટકારવામાં આવેલી તિરસ્કારની નોટિસ તાત્કાલિક પાછી ખેંચવામાં આવે. આ સાથે જ સરકારે અસાધારણ પરિસ્થિતિમાં ઇન્ટરનેટ સ‌ર્વિસ સસ્પેન્ડ કરવાની મંજૂરી આપવા વિશેના ૧૧ ઑક્ટોબરના આદેશમાં પણ જરૂરી સુધારા કરવાની માગણી કરી હતી. સરકારની દલીલ હતી કે કોઈ ચોક્કસ ભૌગોલિક વિસ્તારમાં જાહેર સુલેહ જાળવી રાખવા મર્યાદિત સમય માટે ઇન્ટરનેટ બંધ કરવું ખૂબ જ વાજબી છે અને જરૂરી ઉપાય છે. 

Whatsapp-channel Whatsapp-channel

16 October, 2026 07:57 PM IST | Delhi | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK