બિહારમાં જંગલરાજથી અકળાયા ચિરાગ પાસવાન, કહ્યું...
ચિરાગ પાસવાન
કેન્દ્રીય પ્રધાન અને લોક જનશક્તિ પાર્ટી-રામવિલાસ (LJPR)ના પ્રમુખ ચિરાગ પાસવાને બિહારમાં કાયદો અને વ્યવસ્થા વિશે નીતિશ સરકાર પર મોટું નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું હતું કે ‘મને દુઃખ છે કે હું અહીં આવીને સરકારને ટેકો આપી રહ્યો છું. બિહારમાં એક પછી એક હત્યા, અપહરણ, લૂંટ, ડકૈતી, બળાત્કાર જેવી ઘટનાઓ બની રહી છે અને હવે એવું લાગે છે કે પ્રશાસન આ ઘટનાઓને રોકવામાં સંપૂર્ણપણે અસમર્થ છે. જો આવું ચાલતું રહેશે તો આપણા રાજ્યમાં ભયાનક પરિસ્થિતિ ઊભી થશે. મારું માનવું છે કે આ ઘટનાઓ સરકારને બદનામ કરવાના ષડ્યંત્રના ભાગરૂપે આચરવામાં આવી રહી છે, પરંતુ એમ છતાં એને નિયંત્રિત કરવાની જવાબદારી વહીવટી તંત્રની છે. કાં તો વહીવટી તંત્ર આમાં સામેલ છે અથવા વહીવટ સંપૂર્ણપણે નકામો બની ગયો છે અને હવે બિહાર તથા બિહારીઓને સુરક્ષિત રાખવાની તેમની શક્તિની બહાર છે. હું બિહાર સરકારને વિનંતી કરું છું કે સમયસર આ બાબતે પગલાં લે.’


