જોકે ભારતે આવા અહેવાલોને ફગાવીને કહ્યું છે કે અરુણાચલ પ્રદેશ ભારતનો હિસ્સો છે અને એ કાયમ રહેશે
પ્રતીકાત્મક તસવીર
ચીનની નજર ભારતના અરુણાચલ પ્રદેશ પર છે અને એ એને જંગનાન તરીકે ઓળખાવે છે અને હાલમાં એણે આ પ્રદેશમાં ૩૦ સ્થળોનાં નામ બદલવા ચોથા લિસ્ટની જાહેરાત કરી છે. આ અગાઉ ૨૦૧૭, ૨૦૨૧ અને ૨૦૨૩માં તેણે ત્રણ લિસ્ટ જાહેર કર્યાં છે. ૩૦ સ્થળોનાં બદલાયેલાં નામ પહેલી મેથી અમલમાં આવશે એવો વિચિત્ર દાવો ચીને કર્યો છે.ચીનના ગ્લોબલ ટાઇમ્સ અખબારમાં પ્રકાશિત એક રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે ચીનના નાગરી મંત્રાલયે આ લિસ્ટ બહાર પાડ્યું છે.જોકે ભારતે આવા અહેવાલોને ફગાવીને કહ્યું છે કે અરુણાચલ પ્રદેશ ભારતનો હિસ્સો છે અને એ કાયમ રહેશે, કોઈ સ્થળનાં નામ બદલવાથી હકીકત બદલાઈ જવાની નથી. થોડા સમય પહેલાં વડા પ્રધાન નરેન્દ્ર મોદી ૧૩,૦૦૦ ફીટની ઊંચાઈ પર આવેલા સેલા ટનલના ઉદ્ઘાટન માટે ગયા હતા ત્યારે ચીને એનો વિરોધ નોંધાવ્યો હતો.