Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > રાષ્ટ્રીય સમાચાર > આર્ટિકલ્સ > કેન્દ્ર સરકારે ૮૩,૦૦૦ કરતાં વધુ વૉટ્સઍપ-અકાઉન્ટ બ્લૉક કર્યાં

કેન્દ્ર સરકારે ૮૩,૦૦૦ કરતાં વધુ વૉટ્સઍપ-અકાઉન્ટ બ્લૉક કર્યાં

Published : 31 March, 2026 07:25 AM | Modified : 31 March, 2026 12:32 PM | IST | Delhi
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

૮.૪૫ લાખ સિમ કાર્ડ અને ૨.૩૯ લાખ મોબાઇલ IMEI નંબરને પણ બ્લૉક કર્યાં

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર


વધતી જતી ડિજિટલ અરેસ્ટની ઘટનાઓ અને રોકાણ-કૌભાંડો પર મોટા પાયે કાર્યવાહી હાથ ધરીને ગૃહમંત્રાલયની સાઇબર વિન્ગ ઇન્ડિયન સાઇબર ક્રાઇમ કો-ઑર્ડિનેશન સેન્ટર (I4C)એ સાઇબર ગુનેગારો સામે એક વ્યાપક ડિજિટલ સ્ટ્રાઇક શરૂ કરી છે. સાઇબર વિન્ગે ૨૦૨૫ની શરૂઆતથી અત્યાર સુધી ૩૯૬૨ સ્કાઇપ ID (આઇડેન્ટિટી) અને ૮૩,૮૬૭ વૉટ્સઍપ-અકાઉન્ટ્સ બ્લૉક કર્યાં છે જે અત્યાધુનિક કૌભાંડોને અંજામ આપવા માટે મુખ્ય હતાં.

ટેલિકમ્યુનિકેશન વિભાગ, પોલીસદળ અને ટેલિકૉમ સર્વિસ પ્રોવાઇડરો સાથે સંકલનમાં હાથ ધરવામાં આવેલા આ ઑપરેશનના પરિણામે છેતરપિંડી કરનારાઓ દ્વારા ઉપયોગમાં લેવાતા ડિજિટલ ઇન્ફ્રાસ્ટ્રક્ચરને મોટા પાયે તોડી નાખવામાં આવ્યું છે.



આ કાર્યવાહી મોબાઇલ અને નેટવર્ક સુરક્ષામાં મોટા પાયે થઈ હતી, જેમાં અધિકારીઓએ નૅશનલ સાઇબર ક્રાઇમ રિપોર્ટિંગ પોર્ટલ (NCRP) સિસ્ટમ દ્વારા ઓળખાયેલાં ૮.૪૫ લાખ સિમ કાર્ડ અને ૨.૩૯ લાખ મોબાઇલ IMEI નંબરને બ્લૉક કર્યા હતા.


ઑનલાઇન છેતરપિંડીના ઇકોસિસ્ટમને તોડી પાડવા માટે મંત્રાલયે ૮૨૭ દૂષિત મોબાઇલ ઍપ્લિકેશનને બ્લૉક કરીને ૧.૧૧ લાખથી વધુ શંકાસ્પદ ઑનલાઇન સામગ્રીને દૂર કરવા અથવા 
બ્લૉક કરવા માટે સહયોગ પોર્ટલનો ઉપયોગ કર્યો હતો.


Whatsapp-channel Whatsapp-channel

31 March, 2026 12:32 PM IST | Delhi | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK