હૈદરાબાદ લોકસભા વિસ્તારના રિટર્નિંગ ઑફિસર રૉનાલ્ડ રૉઝની સૂચના બાદ મલેકપેટ વિસ્તારની પોલીસે લતા સામે કેસ નોંધ્યો હતો
પ્રતીકાત્મક ફાઇલ તસવીર
હૈદરાબાદનાં ભારતીય જનતા પાર્ટી (BJP)નાં ઉમેદવાર માધવી લતા સામે મુસ્લિમ મહિલાઓને બુરખો હટાવવાનું કહીને તેમનાં ઓળખપત્રો ચકાસવા બદલ પોલીસ-કેસ થયો છે. હૈદરાબાદ લોકસભા વિસ્તારના રિટર્નિંગ ઑફિસર રૉનાલ્ડ રૉઝની સૂચના બાદ મલેકપેટ વિસ્તારની પોલીસે લતા સામે કેસ નોંધ્યો હતો. માધવી લતા મુસ્લિમ મહિલાઓનાં ઓળખપત્રો તપાસી રહ્યાં હોય એવો વિડિયો પણ સોશ્યલ મીડિયા પર વાઇરલ થયો હતો. જોકે માધવી લતાએ કહ્યું હતું કે પોતે ચૂંટણીમાં ઉમેદવાર હોવાથી મતદારોની ઓળખ તપાસવાનો તેમનો અધિકાર છે.