Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > રાષ્ટ્રીય સમાચાર > આર્ટિકલ્સ > દિલ્હીમાં ઇઝરાયલની એમ્બેસી પાછળ બ્લાસ્ટ

દિલ્હીમાં ઇઝરાયલની એમ્બેસી પાછળ બ્લાસ્ટ

Published : 27 December, 2023 09:45 AM | IST | New Delhi
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

ઇઝરાયલના ઍમ્બૅસૅડરને સંબોધીને ટાઇપ કરાયેલો એક લેટર અને ફ્લૅગ મળ્યો

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર


નવી દિલ્હી (પી.ટી.આઇ.): નવી દિલ્હીમાં ઇઝરાયલની એમ્બેસી પાસે ગઈ કાલે સાંજે બ્લાસ્ટ થયો હોવાની જાણકારી મળતાં જ દિલ્હી પોલીસ અલર્ટ થઈ ગઈ હતી. ઇઝરાયલની એમ્બેસીના પ્રવક્તા ગાય નીરે કહ્યું હતું કે ‘અમે કન્ફર્મ કરી શકીએ છીએ કે સાંજે ૫.૪૮ વાગ્યે એમ્બેસીની નજીક બ્લાસ્ટ થયો હતો. દિલ્હી પોલીસ અને સિક્યૉરિટી ટીમ અત્યારે સિચુએશનની તપાસ કરી રહી છે.’ દિલ્હી પોલીસના સોર્સિસે જણાવ્યું છે કે એમ્બેસીની પાછળના ગાર્ડન એરિયામાં જ્યાં બ્લાસ્ટ થયો હતો ત્યાંથી ઇઝરાયલના ઍમ્બૅસૅડરને સંબોધીને ટાઇપ કરાયેલો એક લેટર મળ્યો હતો. આ લેટરની સાથે એક ફ્લૅગ પણ મળ્યો છે. ઇઝરાયલના ડેપ્યુટી ચીફ ઑફ મિશન ઓહદ નકાશ કૅનારે જણાવ્યું હતું કે ઇઝરાયલના તમામ ડિપ્લોમૅટ્સ અને વર્કર્સ સેફ છે. દિલ્હી ફાયર સર્વિસિસના અધિકારીઓ અનુસાર તેમને સાંજે ૫.૪૫ વાગ્યે બ્લાસ્ટ વિશે એક કૉલમાં જણાવવામાં આવ્યું હતું. પોલીસ એ એરિયાના દરેક ખૂણાની તપાસ કરી રહી છે.


Whatsapp-channel Whatsapp-channel

27 December, 2023 09:45 AM IST | New Delhi | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK