Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > રાષ્ટ્રીય સમાચાર > આર્ટિકલ્સ > Delhi Mayor: દિલ્હીમાં આપના મેયર બનાવવામાં લાગી છે બીજેપી! ઉતાવળનું કારણ શું?

Delhi Mayor: દિલ્હીમાં આપના મેયર બનાવવામાં લાગી છે બીજેપી! ઉતાવળનું કારણ શું?

12 December, 2022 04:45 PM IST | New Delhi
Gujarati Mid-day Online Correspondent | gmddigital@mid-day.com

બીજેપી (BJP) નથી ઇચ્છતી કે આમ આદમી પાર્ટીને દિલ્હીમાં પોતાના મેયર બનાવવામાં કોઈ મુશ્કેલી નડે. તમને લાગી શકે છે કે પાર્ષદ પાસો બદલીને આવી જાય તો પછી બીજેપી પોતાનો મેયર બનાવવાનો પ્રયત્ન નહીં કરે?

ફાઈલ તસવીર

ફાઈલ તસવીર


કાયદા પ્રમાણે દિલ્હીમાં (Delhi Mayor Election) મેયરની ચૂંટણી એપ્રિલમાં થઈ શકે છે. કારણકે એપ્રિલ (April) આવવામાં હજી સાડા ત્રણ મહિના બાકી છે અને પાર્ષદોની પાર્ટી બદલવાની શક્યતા પણ નકારી શકાય નહીં, આથી આમ આદમી પાર્ટીની (Aam Aadmi Party) જીત બાદ પણ મેયર ચૂંટણી (Mayor Election)માં પાસો બદલવાની શક્યતા જળવાયેલી છે. આમ પણ અનેક રાજ્યોમાં વિધેયકોના પાસો બદલવાથી સત્તાનો પાસો એક તરફથી બીજી તરફ નમી ચૂક્યો છે. જો કે કહેવામાં આવી રહ્યું છે કે બીજેપી (BJP) નથી ઇચ્છતી કે આમ આદમી પાર્ટીને (Aam Aadmi Party) દિલ્હીમાં (Delhi) પોતાના મેયર બનાવવામાં કોઈ મુશ્કેલી નડે. તમને લાગી શકે છે કે પાર્ષદ પાસો બદલીને આવી જાય તો પછી બીજેપી પોતાનો મેયર બનાવવાનો પ્રયત્ન નહીં કરે?

એમસીડી મેયરી રેસથી દૂર રહેશે બીજેપી
હકિકતે, બીજેપીએ એમસીડી મેયર ચૂંટણીની રેસથી પોતાને આ કારણે અલગ કરી લીધા છે કારણકે તે ઇચ્છે છે કે આમ આદમી પાર્ટી પોતાના ચૂંટણીના વાયદાઓમાં ફસાઈને પોતાનું જ નુકસાન કરાવી લેશે. સૂત્રો પ્રમાણે બીજેપી વિપક્ષમાં બેસશે જેથી તે વાયદાઓ પૂરા ન થાય ત્યારે આમ આદમી પાર્ટીને બહાનેબાજીની તક ન મળી શકે. બીજેપીના મોટા અધિકારીઓએ અમારા સહયોગી અખબાર ધ ટાઈમ્સ ઑફ ઈન્ડિયા (ToI)એ કહ્યું કે પાર્ટીના મોટાભાગના મેયર ચૂંટણીની રેસથી દૂર રહેવામાં ભલાઈ જોવા મળી છે. તેમને લાગે છે કે આમ આદમી પાર્ચીએ ચૂંટણીમાં એવા અનેક મોટા મોટા વાયદા કર્યા છે જે વ્યાવહારિક નથી, આથી તેમને પૂરા કરવા લગભગ અશક્ય છે. જો આપ પોતાના પ્રમુખ વાયદા પૂરા કરવામાં નિષ્ફળ રહે છે તો બીજેપીને આગામી ચૂંટણીમાં તેના પર હુમલો કરવા માટે મોટી તક મળી જશે. બીજેપીના એક પદાધિકારીએ અત્યાર સુધી કોઈપણ પાર્ટી સાંસદ અને પાર્ષદને આપના પાર્ષદોને લલચાવવાનો પ્રયત્ન નથી કર્યો.



આ પણ વાંચો : કોંગ્રેસ નેતાની લપસી જીત, કહ્યું `પીએમ મોદીની હત્યા માટે તત્પર રહો`


દૂરનું વિચારી રહી છે બીજેપી
ધ્યાનમાં રાખવું કે પાર્ષદોના પાર્ટી બદલવામાં કોઈ કાયદાકીય અડચણ નથી કારણકે નિગમમાં દળ બદલ વિરોધી કાયદો લાગુ નથી થતો. દિલ્હીના મેયર ચૂંટણીમાં બધા 250 ચૂંટાયેલા કાઉન્સિલરો મતદાન કરશે. નિયમો પ્રમાણએ દિલ્હીની પ્રથમ મેયર મહિલા હોવી જોઈએ જ્યારે ત્રીજા વર્ષે મેયર અનામત કેટેગરીના હોવા જોઈએ. બીજેપીના અન્ય એક કાર્યકર્તાએ કહ્યું, MCD ચૂંટણીમાં ભાજપ વિરોધી વાતાવરણ બનાવવાનું એક મુખ્ય કારણ એ હતું કે દિલ્હી સરકારે ફંડિંગ બંધ કરી દીધું હતું, જેના પરિણામે MCD કામદારોના પગાર સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. તેમજ અનેક વિકાસના કાર્યો પૂર્ણ થઇ શક્યા નથી. જો ભાજપના મેયર હશે તો ફરી એ જ સ્થિતિ સર્જાશે. "આગામી પાંચ વર્ષમાં કચરાના પહાડો દૂર કરવાના વચનો વ્યવહારુ નથી, તેથી અમને આગામી લોકસભા અને વિધાનસભાની ચૂંટણીમાં AAPની વાસ્તવિકતા જનતા સમક્ષ ઉજાગર કરવાનો મોકો મળશે." તેમણે કહ્યું.

આ પણ વાંચો : દાનનો હેતુ ધર્મપરિવર્તન ન હોવો જોઈએ : સુપ્રીમ કોર્ટ


આપ બીજેપીમાં આરોપ પ્રત્યારોપ
AAPના રાજ્યસભા સાંસદ સંજય સિંહે ભાજપ પર તેમના કાઉન્સિલરોને ધમકાવવાનો આરોપ લગાવ્યો હતો. તેમણે કહ્યું હતું કે ભાજપ અમારા કોર્પોરેટરોને આકર્ષવાનો પ્રયાસ કરી રહી છે. તેણે કહ્યું હતું કે, `તે તમારા ચૂંટાયેલા કાઉન્સિલર છે. તેમને ખરીદવું અશક્ય છે. હું દિલ્હીના પોલીસ કમિશનરને વિનંતી કરું છું કે તેઓ હોર્સ ટ્રેડિંગમાં સંડોવાયેલા હોય અથવા તેમને ધમકી આપતા હોય તેમની ધરપકડ કરો. બીજી તરફ ભાજપે પણ AAP પર આવો જ આરોપ લગાવ્યો છે. બીજેપીના રાષ્ટ્રીય પ્રવક્તા શહઝાદ પૂનાવાલા અને પાર્ટીના દિલ્હી પ્રદેશ પ્રવક્તા હરીશ ખુરાનાએ કહ્યું કે કહેવાતી રીતે આપ નેતા શિખા ગર્ગે આનંદ વિહારની બીજેપી પાર્ષદ મોનિકા પંતને પાર્ટી બદલવા માટે ફોન કર્યો હતો. તેમણે આરોપ મૂક્યો કે શિખાએ મોનિકાને કહ્યું કે જો તે બીજેપી છોડીને આમ આદમી પાર્ટીમાં જોડાય છે તો તેમને પોતાના ક્ષેત્ર માટે વધારે ફંડ આપવામાં આવશે.

Whatsapp-channel Whatsapp-channel

12 December, 2022 04:45 PM IST | New Delhi | Gujarati Mid-day Online Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK