બાંગ્લાદેશનાં વડાપ્રધાન શેખ હસીનાની આ ટિપ્પણી બીએનપી નેતા રુહુલ કબીર રિઝવી દ્વારા ભારતીય ઉત્પાદો પ્રત્યે પ્રતીકાત્મક વિરોધ અને બહિષ્કાર તરીકે પોતાની કાશ્મીરી શૉલ રસ્તા પર ફેંકવાના નિવેદન બાદ આવી છે.
શેખ હસીના (ફાઈલ તસવીર)
Burn Your Wives` Sarees: બાંગ્લાદેશનાં વડાપ્રધાન શેખ હસીનાની આ ટિપ્પણી બીએનપી નેતા રુહુલ કબીર રિઝવી દ્વારા ભારતીય ઉત્પાદો પ્રત્યે પ્રતીકાત્મક વિરોધ અને બહિષ્કાર તરીકે પોતાની કાશ્મીરી શૉલ રસ્તા પર ફેંકવાના નિવેદન બાદ આવી છે.
બાંગ્લાદેશના વડાપ્રધાન શેખ હસીનાએ પોતાના જ દેશના વિપક્ષી સાંસદો પર કટાક્ષ કરતા કહ્યું છે કે જે લોકો ભારતીય ઉત્પાદનોનો બહિષ્કાર કરવાની વાત કરી રહ્યા છે તેઓએ પહેલા પોતાની પત્નીઓની સાડીઓ બાળવી જોઈએ. તેમણે ભારતીય ઉત્પાદનોના બહિષ્કારની માંગ કરી રહેલા વિપક્ષી નેતાઓને પણ પૂછ્યું છે કે પહેલા તેઓ જણાવે કે તેમની પત્નીઓ પાસે કેટલી ભારતીય સાડીઓ છે અને તેઓ તેને શા માટે સળગાવી રહ્યાં નથી?
ADVERTISEMENT
Burn Your Wives` Sarees: શેખ હસીનાએ તેમની પાર્ટી અવામી લીગની બેઠકને સંબોધિત કરતી વખતે વિપક્ષી બાંગ્લાદેશ નેશનાલિસ્ટ પાર્ટી (BNP) ના નેતાઓને નિશાન બનાવ્યા જેમણે ભારતીય ઉત્પાદનોના બહિષ્કારની હાકલ કરી હતી. હસીનાએ કહ્યું, "મારો પ્રશ્ન એ છે કે તેમની પત્નીઓ પાસે કેટલી ભારતીય સાડીઓ છે? અને શા માટે તેઓ તેમની પત્નીઓ પાસેથી સાડીઓ નથી લેતા અને તેમને આગ લગાડે છે? કૃપા કરીને BNP નેતાઓ આ જણાવો."
આ વર્ષની શરૂઆતમાં યોજાયેલી ચૂંટણી દ્વારા બાંગ્લાદેશમાં સતત ચોથી વખત સત્તામાં આવેલી શેખ હસીનાએ કહ્યું કે જ્યારે BNP સત્તામાં હતી, ત્યારે તેના મંત્રીઓ અને તેમની પત્નીઓ ભારતની મુલાકાત વખતે સાડીઓ ખરીદતા હતા અને બાંગ્લાદેશમાં વેચતા હતા. શેખ હસીના આટલેથી ન અટક્યા. તેમણે ભારતીય મસાલાઓની પણ ચર્ચા કરી અને પૂછ્યું કે શું ભારતીય લસણ, ડુંગળી, આદુ, ગરમ મસાલા અને અન્ય મસાલાનો ઉપયોગ વિપક્ષી નેતાઓના ઘરના રસોડામાં થતો નથી.
Burn Your Wives` Sarees: ધ ડેઇલી સ્ટારના એક અહેવાલમાં જણાવવામાં આવ્યું છે કે વડાપ્રધાન શેખ હસીનાની ટિપ્પણી BNP નેતા રૂહુલ કબીર રિઝવીએ ભારતીય ઉત્પાદનો સામે પ્રતીકાત્મક વિરોધ અને બહિષ્કાર તરીકે તેમની કાશ્મીરની શાલ રસ્તા પર ફેંકી દીધા પછી આવી છે.
તમને જણાવી દઈએ કે બાંગ્લાદેશમાં `ઈન્ડિયા-આઉટ` અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે, જે કેટલાક કાર્યકર્તાઓ અને પ્રભાવશાળી લોકો દ્વારા શરૂ કરવામાં આવ્યું છે પરંતુ વિરોધ પક્ષ BNPના નેતાઓ તેનું સમર્થન કરી રહ્યા છે. શેખ હસીનાની અવામી લીગની સતત ચોથી જીત બાદ ઝુંબેશને તાજેતરના સમયમાં વેગ મળ્યો છે. આ ઝુંબેશ સાથે સંકળાયેલા લોકોનો દાવો છે કે ભારત શેખ હસીનાને બાંગ્લાદેશમાં સત્તા પર રાખવા માંગે છે કારણ કે તે ભારતના વ્યવસાયિક હિતોની સેવા કરી રહી છે.
ઉલ્લેખનીય છે કે, વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ગઈ કાલે કહ્યું હતું કે ભારત અને બંગલાદેશે બન્ને દેશો વચ્ચેના પરસ્પર વિશ્વાસ પર હુમલો કરવા ઇચ્છતાં આતંકવાદ અને કટ્ટરપંથી તત્ત્વો વિરુદ્ધ સાથે મળીને લડવું જોઈએ.
ભારતની મુલાકાતે આવેલાં બંગલાદેશનાં વડાં પ્રધાન શેખ હસીનાની સાથે દ્વિપક્ષીય વાતચીત દરમ્યાન તેમણે આમ જણાવ્યું હતું. મોદીએ કહ્યું હતું કે ‘આજે અમે આતંકવાદ અને કટ્ટરવાદ વિરુદ્ધની લડાઈમાં સહકાર પર પણ ભાર મૂક્યો હતો. ૧૯૭૧ની ભાવનાને જીવંત રાખવા માટે એ પણ ખૂબ જરૂરી છે કે બન્ને દેશો સાથે મળીને આવી તાકાતોની વિરુદ્ધ લડે કે જેઓ આપણા પરસ્પર વિશ્વાસ પર હુમલો કરવા ઇચ્છે છે.’
હસીનાએ કહ્યું હતું કે ‘બન્ને દેશો સહકાર અને મિત્રતાની ભાવનાથી અનેક સમસ્યાનો ઉકેલ લાવ્યા છે. અમને આશા છે કે તીસ્તા જળ વહેંચણીના કરાર સહિત તમામ બાકી મુદ્દાઓનો જેમ બને એમ ઝડપથી ઉકેલ આવશે.’

