જમ્મુ અને કાશ્મીરમાં ગઈ કાલે કિશ્તવાડમાં પાડર ઉપમંડલથી ૬ કિલોમીટર દૂર ગઢ નામના એક વિસ્તારમાં હિમસ્ખલન બાદ નદીમાં બરફ વહેવા લાગ્યો હતો.
કાશ્મીરના કિશ્તવાડમાં હિમસ્ખલન બાદ નદીમાં વહેવા લાગ્યો બરફ
જમ્મુ અને કાશ્મીરમાં ગઈ કાલે કિશ્તવાડમાં પાડર ઉપમંડલથી ૬ કિલોમીટર દૂર ગઢ નામના એક વિસ્તારમાં હિમસ્ખલન બાદ નદીમાં બરફ વહેવા લાગ્યો હતો. આને કારણે લોકો ભારે ટેન્શનમાં આવી ગયા હતા. જમ્મુ અને કાશ્મીરના ડોડા, કિશ્તવાડ, કુપવાડા અને ગાંડરબાલમાં હિમસ્ખલનની રેડ-અલર્ટ આપવામાં આવી છે.
ત્રણ હાઇવે બંધ
ADVERTISEMENT
ભારે બરફવર્ષા અને વરસાદને કારણે જમ્મુ-શ્રીનગર, જમ્મુ-પૂંછ અને શ્રીનગર-લેહ હાઇવે પર ટ્રૅફિક બંધ કરી દેવામાં આવ્યો હતો. આ હાઇવે પર રસ્તામાં અનેક સ્થળે વાહનો ફસાયાં છે. રામબન જિલ્લામાં એક ડઝન જગ્યાએ પહાડ પરથી પથ્થરો પડતાં હાઇવેને બંધ કરવામાં આવ્યો હતો. આથી વાહનો ઘણી જગ્યાએ ફસાયાં છે.
ટૅક્સી નદીમાં પડી, બેનાં મોત
પૂંછ વિસ્તારમાં શુક્રવારે એક ટૅક્સી નદીમાં પડી જતાં એમાં પ્રવાસ કરી રહેલા ત્રણ જણનાં મૃત્યુ થયાં હતાં. નદીમાંથી ચાર મહિલા સહિત સાત જણને બચાવી લેવામાં આવ્યાં હતાં.
મા-દીકરાનું મોત
ઉધમપુર જિલ્લાના મોંગરીમાં બાઇક પર પથ્થર પડવાથી એના પર પ્રવાસ કરી રહેલાં માતા શાનો દેવી અને દીકરા રઘુનાં મોત થયાં હતાં.


