૨૦૨૩માં આ ગાર્ડનને સૌથી મોટા ગાર્ડનના રૂપમાં બુક ઑફ વર્લ્ડ રેકૉર્ડ્સમાં સ્થાન આપવામાં આવ્યું હતું. ૨૦૨૪માં ૩૦ દિવસમાં ૪,૪૬,૧૫૪ ટૂરિસ્ટો આવ્યા હતા
ટ્યુલિપ ગાર્ડન
એશિયાના સૌથી મોટા ટ્યુલિપ ગાર્ડનમાં ૧૭ લાખ ટ્યુલિપ્સને જોવા માટે ૧૭ દિવસમાં ૬ લાખથી વધુ ટૂરિસ્ટ આવ્યા છે અને એક રેકૉર્ડ બન્યો છે. શ્રીનગરમાં આવેલા ઇન્દિરા ગાંધી મેમોરિયલ ટ્યુલિપ ગાર્ડનમાં ૨૬ માર્ચથી ટ્યુલિપ્સ શોની શરૂઆત થઈ છે અને એ પચીસમી એપ્રિલ સુધી ખુલ્લું રહેવાની શક્યતા છે. આ ગાર્ડનમાં ૭૪ પ્રકારનાં ટ્યુલિપ્સ જોવા મળે છે. આ વર્ષે નેધરલૅન્ડ્સથી વધુ બે જાતનાં ટ્યુલિપ્સ મગાવવામાં આવ્યાં છે. આ રંગબેરંગી ફૂલો ટૂરિસ્ટોનું મન મોહી લે છે. ૧૦૦ માળી અને અસંખ્ય મજૂરો આ બાગની કાળજી રાખે છે અને ખૂબ મહેનત કરે છે ત્યારે આટલાં ટ્યુલિપ્સ ઉગાડી શકાય છે. ૨૦૨૩માં આ ગાર્ડનને સૌથી મોટા ગાર્ડનના રૂપમાં બુક ઑફ વર્લ્ડ રેકૉર્ડ્સમાં સ્થાન આપવામાં આવ્યું હતું. ૨૦૨૪માં ૩૦ દિવસમાં ૪,૪૬,૧૫૪ ટૂરિસ્ટો આવ્યા હતા, પણ આ વખતે એટલા ટૂરિસ્ટો પહેલા ૧૫ દિવસમાં જ આવી ગયા હતા.

