ચેન્નઈની પાસે આવેલા ફૉક્સકૉનના પ્લાન્ટે આઇફોન15 પ્લસ બનાવવા માટે તૈયારીઓ શરૂ કરી દીધી છે

ફાઇલ તસવીર
ઍપલ આગામી ત્રિમાસિકમાં આઇફોન15 પ્લસને લોકલી પ્રોડ્યુસ કરશે. આ કંપનીએ ઑલરેડી આ સિરીઝના ઓછી કિંમતના બેઝ મૉડલનું ઇન્ડિયામાં પ્રોડક્શન સક્સેસફુલી શરૂ કર્યું છે. ચેન્નઈની પાસે આવેલા ફૉક્સકૉનના પ્લાન્ટે આઇફોન15 પ્લસ બનાવવા માટે તૈયારીઓ શરૂ કરી દીધી છે.
આ કંપનીએ મંગળવારે એનો લેટેસ્ટ આઇફોન સિરીઝને લૉન્ચ કર્યો હતો, જેમાં ફાસ્ટર ચિપ છે. આ કંપનીનો આગામી ત્રિમાસિકમાં ઇન્ડિયામાં એનું વેચાણ ડબલ કરવાનો ટાર્ગેટ છે. જેના માટે નવી પ્રોડક્ટ્સ લૉન્ચ કરવામાં આવશે અને સાથે જ આઇફોન13 અને 14નાં મૉડલ્સની કિંમતોમાં ઘટાડો કરવામાં આવી શકે છે. આ કંપનીને વિશ્વાસ છે કે એનાથી ઑક્ટોબર-ડિસેમ્બર દરમ્યાન ઇન્ડિયામાં રેકૉર્ડ સેલિંગ થશે.
ઍપલે ફૉક્સકૉન પ્લાન્ટમાં આઇફોન15નું ઑલરેડી કમર્શિયલ પ્રોડક્શન શરૂ કર્યું છે. જેને લીધે પહેલી વખત ઇન્ડિયામાં ઍસેમ્બલ કરવામાં આવેલા આઇફોનના વેચાણની લૉન્ચના સ્ટેજથી જ શરૂઆત શક્ય થઈ.
ઍપલ ઑલરેડી ભારતમાં આઇફોન14, 14 પ્લસ અને 13 મૉડલ્સનું મૅન્યુફૅક્ચર કરે છે. ઍપલનો આઇફોન પ્રો મૉડલ્સને લોકલી પ્રોડ્યુસ કરવાનો કોઈ પ્લાન નથી.
ડિજિટલ ડિવાઇસના માર્કેટમાં ઍપલના માર્કેટ શૅરમાં વધારો થયો હોવાનું એક રિપોર્ટમાં જણાવાયું છે.
ચીનથી આયાત પણ કરવી પડશે
લોકલી આઇફોન15ના મૅન્યુફૅક્ચરિંગની કૅપિસિટી હજી ઘણી ઓછી છે અને હવે આગામી ફેસ્ટિવલ સીઝન આવી રહી છે ત્યારે ઍપલ ડિમાન્ડને પહોંચી વળવા માટે એના મુખ્ય પ્રોડક્શન હબ ચીનથી ડિવાઇસિસની આયાત કરશે.