Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > રાષ્ટ્રીય સમાચાર > આર્ટિકલ્સ > HBD APJ Abdul Kalam : `મિસાઇલ મેન` સાથે સંકળાયેલી આ વાતો તમે નહીં જાણતા હોય

HBD APJ Abdul Kalam : `મિસાઇલ મેન` સાથે સંકળાયેલી આ વાતો તમે નહીં જાણતા હોય

15 October, 2021 08:49 AM IST | mumbai
Gujarati Mid-day Online Correspondent | gmddigital@mid-day.com

ભારતના પૂર્વ રાષ્ટ્રપતિ અને સફળ વૈજ્ઞાનિક ડૉ. એપીજી કલામની આજે પુણ્યતિથિ છે. તો ચાલો તેમની કેટલીક અજાણી વાતો વિશે જાણીએ.

ડૉ. એપીજે અબ્દુલ કલામ

ડૉ. એપીજે અબ્દુલ કલામ


" સપને વો નહી હોતે જો આપકો સોને કે બાદ આતે હૈ, સપને વો હૈ જો આપકો સોને નહી દેતે...."

આ બે લાઈનોમાં પૂર્વ રાષ્ટ્રપતિ અને વૈજ્ઞાનિક ડૉ. એપીજે અબ્દુલ કલામ (Dr.APJ Abdul kalam)એ પુરી જીંદગીનો અર્થ સમજાવી દીધો છે. આ એપીજે અબ્દુલ કલામની પુણ્યતિથિ છે. મિસાઈલ મેન નામથી જાણીતા ડૉ.એપીજે અબ્દુલ કલામની જીંદગી આપણે શીખવે છે કે મહેનત અને પ્રમાણિકતાના દમ પર માણસ કેવી રીતે મુલ્કનો સૌથી મોટો હોદ્દો પ્રાપ્ત કરી શકે છે અને સખત મહેનત અને પ્રમાણિકતાના આધારે તમામ અવરોધને ટાળી પોતાના દમ પર આગળ વધી શકાય છે. કલામ સાહેબની પુણ્યતિથિ નિમિત્તે તેમની જીંદગીની સફરને ફરીથી વાગોળવાની અને સમજવાની જરૂર છે, કારણ કે જ્યારે જ્યારે તમે એપીજે અબ્દુલ કલામની જીંદગીની સફર વિશે વાંચશો તો તેમને જીંદગીમાં આગળ વધવાની પ્રેરણા અને હિંમત મળશે. 



 `મિસાઈલ મેન ઓફ ઈન્ડિયા`


એપીજે અબ્દુલ કલામે (Dr.APJ Abdul kalam) 1998 માં થયેલા પોખરણ -2 પરમાણુ પરિક્ષણોમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી. આ પરિક્ષણમાં તેમણે વૈજ્ઞાનિકોની ટીમનું નેતૃત્વ કર્યું હતુ. આ સિવાય તેઓ ભારતના અવકાશ કાર્યક્રમ અને મિસાઇલ વિકાસ કાર્યક્રમ સાથે પણ સંકળાયેલા હતા. મિસાઇલ પ્રોજેક્ટ્સમાં તેમના યોગદાન બદલ તેમને `મિસાઇલ મેન`તરીકે ઓળખવામાં આવે છે.

‘મિસાઇલ મેન ઓફ ઈન્ડિયા’તરીકે જાણીતા એપીજે અબ્દુલ કલામે  (Dr.APJ Abdul kalam) 2002 થી 2007 સુધી ભારતના 11 મા રાષ્ટ્રપતિ તરીકે સેવા આપી હતી. એપીજે અબ્દુલ કલામ એક મહાન વૈજ્ઞાનિક અને વિચારક હતા. તેમનું પૂરું નામ અવુલ પાકિર જૈનુલાબદ્દીન અબ્દુલ કલામ હતું. તેમનો જન્મ 15 ઓક્ટોબર 1931 ના રોજ એક મુસ્લિમ પરિવારમાં તમિલનાડુના રામેશ્વરમમાં થયો હતો. એપીજે અબ્દુલ કલામનું 27 મી જુલાઈ, 2015 ના રોજ મેઘાલયના શિલોંગમાં નિધન થયું હતું. તેમની પુણ્યતિથિ પર, તેના જીવન સાથે સંબંધિત કેટલીક બાબતો પર નજર કરીએ. 


  • ડૉ. એપીજે અબ્દુલ કલામ  (Dr.APJ Abdul kalam) 2002-07 દરમિયાન ભારતના 11 મા રાષ્ટ્રપતિ તરીકે કાર્યરત હતા અને અબ્દુલ કલામ ભારતના પ્રથમ રાષ્ટ્રપતિ હતા કે જેમણે સ્નાતકની પદવી મેળવી હતી.
  • ડૉ. કલામ દેશના પ્રથમ અને એકમાત્ર બિન-રાજકીય રાષ્ટ્રપતિ હતા. કદાચ આ જ કારણે તેમને લોકો તરફથી અપાર પ્રેમ મળ્યો હતો. તેમની સાદગીની ચર્ચા ચારેય તરફ હતી. ડૉ. રાજેન્દ્ર પ્રસાદ પછી તેઓ બીજા લોકપ્રિય રાષ્ટ્રપતિ માનવામા આવતા હતા.
  • વર્ષ 2002માં કલામના જીવનમાં મહત્વનો વળાંક આવ્યો હતો. એક તરફ 2002માં તત્કાલીન રાષ્ટ્રપતિ કે. આર. નારાયણનનો કાર્યકાળ પૂરો થવાનો હતો. જયારે બીજી તરફ આ દરમિયાન વાજપેયી સરકાર પાસે પૂરતી બહુમતી ન હોવાથી તેઓ પોતાની પસંદગીના રાષ્ટ્રપતિની વરણી નહોતા કરી શકતા.
  • કલામે ઘણા બધા પુસ્તકો પણ લખ્યા છે. એપીજે અબ્દુલ કલામે ભારત 2020 વિઝન ફોર ધ ન્યૂ મિલેનિયમ, મિશન ઓફ ઈન્ડિયા,વિઝન ઓફ ઈન્ડિયન યુથ સહિત લગભગ 25 પુસ્તકો તેમણે તેના જીવન દરમિયાન લખ્યા છે.એપીજે અબ્દુલ કલામનું જીવનચરિત્ર ‘વિંગ્સ ઓફ ફાયર: એક આત્મકથા’ અંગ્રેજીમાં પ્રથમ પ્રકાશિત થયું હતું. આ પુસ્તકનું પાછળથી ફ્રેન્ચ અને ચાઇનીઝ સહિત 13 ભાષાઓમાં ભાષાંતર કરવામાં આવ્યુ હતું.
  • અબ્દુલ કલામ 1992થી 1999 સુધી રક્ષામંત્રીના વૈજ્ઞાનિક સલાહકાર રહ્યા હતા. તેઓ જયારે વૈજ્ઞાનિક સલાહકાર હતા ત્યારે જ વાજપેયીની સરકાર હેઠળ પોખરણમાં પરમાણુ પરીક્ષણ થયું હતું. જેમાં કલામ સાહેબની ભૂમિકા મહત્વની રહી હતી. તેમની સિદ્ધિઓને કારણે તેમને 1997 સુધીમાં ભારત રત્ન સહિત તમામ નાગરિક સન્માન મળી ચુક્યા હતા.

 

Whatsapp-channel Whatsapp-channel

15 October, 2021 08:49 AM IST | mumbai | Gujarati Mid-day Online Correspondent

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK