Asian Games India-China Tussle: અરુણાચલ પ્રદેશના ત્રણ ભારતીય ખેલાડીઓને ચીનના એશિયન ગેમ્સમાં એન્ટ્રી આપવાની ના પાડી દીધી છે. આ મામલે ભારત સરકારે કડક વલણ અપનાવ્યું છે.

અનુરાગ ઠાકુર (ફાઈલ તસવીર)
Asian Games India-China Tussle: અરુણાચલ પ્રદેશના ત્રણ ભારતીય ખેલાડીઓને ચીનના એશિયન ગેમ્સમાં એન્ટ્રી આપવાની ના પાડી દીધી છે. આ મામલે ભારત સરકારે કડક વલણ અપનાવ્યું છે.
Asian Games India-China Conflict: ચીનના ઝાંગહૂમાં 23 સપ્ટેમ્બરે થનારા 19મા એશિયન ગેમ્સમાં અરુણાચલ પ્રદેશના ત્રણ ખેલાડીઓને એન્ટ્રી ન આપવાની ચીનની ચાલ પર ભારતે કડક વલણ અપનાવ્યું છે. દિલ્હીના ચીની દૂતાવાસ અને બીજિંગમાં ભારતીય દૂતાવાસ દ્વારા આ મામલે કડક વિરોધ દર્શાવવામાં આવ્યું છે.
ADVERTISEMENT
આની સાથે જ ભારતની કેન્દ્રીય રમત અને યુવા કલ્યાણ મંત્રી અનુરાગ ઠાકુરે એશિયન ગેમ્સમાં સામેલ થવા માટે ચીનનો પોતાના પ્રવાસ રદ કરી દીધો છે. વિદેશ મંત્રાલયના પ્રવક્તા અરિંદમ બાગચીએ શુક્રવાર (22 સપ્ટેમ્બર)એ કહ્યું કે ચીન હંમેશાંથી આ રીતે જાતિયતાને આધારે ભારતીય નાગરિકો સાથે ભેદભાવપૂર્ણ વ્યવહાર કરે છે. ભારત આવી વાતોનો સંપૂર્ણ રીતે અસ્વીકાર કરે છે. અરુણાચલ પ્રદેશ ભારતનો અભિન્ન અને અવિભાજ્ય અંગ હતો, છે અને રહેશે.
એશિયન ગેમ્સની ભાવનાઓનું ઉલ્લંઘન
બાગચીએ કહ્યું કે અરુણાચલના ભારતીય ખેલાડીઓને એશિયન ગેમ્સમાં એન્ટ્રી ન આપવાની ચીનની કાર્યવાહી એશિયન રમતની ભાવના અને તેમાં સામેલ થવાના નિયમોનું ઉલ્લંઘન કરે છે. આમાં સામેલ સભ્ય દેશોને કોઈપણ પ્રકારના ભેદબાવ વગર ખેલાડીઓને પ્રતિદ્વંદ્વિતા બતાવવાની હોય છે. આ મામલે વધુ કડક વિરોધ વ્યક્ત કરતા ભારતના સૂચના અને પ્રસારણ મંત્રી તેમ જ યુવા અને રમત મામલે મંત્રી અનુરાગ ઠાકુરે એશિયન ગેમ્સના પોતાના પ્રવાસને રદ કરી દીધો છે.
બાગચીએ જણાવ્યું કે એશિયન ગેમ્સમાં અતિથિ તરીકે અનુરાગ ઠાકરે સામેલ થવાનું હતું, પણ ચીનના આ પગલાં બાદ તેમણે આકરો વિરોધ વ્યક્ત કરવા માટે પોતાનો પ્રવાસ પણ રદ કરી દીધો છે.
શું છે મામલો?
હકીકતે, અરુણાચલના ત્રણ વૂસૂ ખેલાડીઓને ચીને એશિયન ગેમ્સમાં સામેલ થવા માટે એન્ટ્રી આપવાની ના પાડી દીધી છે. ચીન અરુણાચલને પોતાનો ભાગ જણાવે છે અને ત્યાંના નાગરિકોને ભારતીય કહેવા પર વાંધો વ્યક્ત કર્યો છે. આ પહેલા જુલાઈમાં પણ આ પ્રકારના અરુણાચલના ખેલાડીઓને એન્ટ્રી આપવાની ચીને ના પાડી દીધી હતી, જેના પર ભારતે આકરો વિરોધ વ્યક્ત કર્યો હતો. આ બીજીવાર છે જ્યારે ચીને સતત આવું જ કર્યું છે.
ચીનની પ્રતિક્રિયા પણ આવી સામે
બેઇજિંગે શુક્રવારે ત્રણ ભારતીય એથ્લેટ્સને પ્રવેશ નકારવાના નિર્ણયને યોગ્ય ઠેરવ્યો. ચીનનું કહેવું છે કે આ ખેલાડીઓ પાસે માન્ય દસ્તાવેજો નથી. જો કે, એવું માનવામાં આવે છે કે ચીને આ ખેલાડીઓને એન્ટ્રી આપવાનો ઇનકાર કર્યો છે કારણ કે તેઓ અરુણાચલ પ્રદેશના છે. કારણ કે ચીન અરુણાચલ પ્રદેશને દક્ષિણ તિબેટનો ભાગ હોવાનો દાવો કરે છે.
ચીનના વિદેશ મંત્રાલયના પ્રવક્તા માઓ નિંગે કહ્યું કે ચીન એશિયન ગેમ્સમાં ભાગ લેવા માટે માન્ય દસ્તાવેજો સાથેના તમામ ખેલાડીઓનું સ્વાગત કરે છે. તમે ઉલ્લેખ કરેલ કહેવાતા અરુણાચલ પ્રદેશ પ્રાંતને ચીન ઓળખતું નથી..દક્ષિણ તિબેટીયન ક્ષેત્ર ચીનનો ભાગ છે.

