Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > રાષ્ટ્રીય સમાચાર > આર્ટિકલ્સ > Anantnag Encounter: 4 શહીદ, લાપતા જવાનનો મૃતદેહ મળ્યો, વિસ્તારમાં સેનાનું ઓપરેશન ચાલુ

Anantnag Encounter: 4 શહીદ, લાપતા જવાનનો મૃતદેહ મળ્યો, વિસ્તારમાં સેનાનું ઓપરેશન ચાલુ

15 September, 2023 12:38 PM IST | Anantnag
Gujarati Mid-day Online Correspondent | gmddigital@mid-day.com

જમ્મુ-કાશ્મીરના અનંતનાગમાં સુરક્ષાદળો અને આતંકવાદીઓ વચ્ચેની અથડામણ દરમિયાન વધુ એક જવાન શહીદ થયા છે. એન્કાઉન્ટર ( Anantnag Encounter)દરમિયાન શહીદ થયેલા જવાનનો મૃતદેહ ગુમ થઈ ગયો હતો.

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર


Anantnag Encounter: જમ્મુ-કાશ્મીરના અનંતનાગમાં સુરક્ષાદળો અને આતંકવાદીઓ વચ્ચેની અથડામણ દરમિયાન વધુ એક જવાન શહીદ થયા છે. એન્કાઉન્ટર દરમિયાન શહીદ થયેલા જવાનનો મૃતદેહ ગુમ થઈ ગયો હતો. આ રીતે બુધવારથી શરૂ થયેલા અનંતનાગ એન્કાઉન્ટરમાં શહીદ થયેલા જવાનોની સંખ્યા વધીને ચાર થઈ ગઈ છે. આ અથડામણમાં અત્યાર સુધીમાં સેનાના પાંચ જવાન ઘાયલ થયા છે. અધિકારીઓએ કહ્યું છે કે હાલમાં સમગ્ર વિસ્તારને ઘેરી લેવામાં આવ્યો છે.

અનંતનાગમાં શુક્રવારે પણ સુરક્ષાકર્મીઓ અને આતંકવાદીઓ વચ્ચે એન્કાઉન્ટર ચાલુ છે. જમ્મુ-કાશ્મીર પોલીસે કહ્યું છે કે આ એન્કાઉન્ટરમાં ઉઝૈર ખાન નામનો સ્થાનિક આતંકવાદી સામેલ છે. આ સિવાય એન્કાઉન્ટરમાં એક વિદેશી આતંકીની સંડોવણીની પણ પુષ્ટિ થઈ છે. સૂત્રોએ જણાવ્યું છે કે સુરક્ષા દળોએ એક આતંકીને ઠાર કરવામાં સફળતા મેળવી છે, જ્યારે બીજા આતંકીની શોધ ચાલી રહી છે. જો કે આ અંગે હજુ સુધી કોઈ સત્તાવાર નિવેદન આવ્યું નથી.


એન્કાઉન્ટરમાં શહીદ જવાનોની સંખ્યા ચાર પર પહોંચી 


અધિકારીઓએ જણાવ્યું કે બુધવારે અનંતનાગના કોકરનાગ વિસ્તારમાં સુરક્ષા દળો અને આતંકવાદીઓ વચ્ચે અથડામણ શરૂ થઈ હતી. આ એન્કાઉન્ટરમાં સેનાની 19 રાષ્ટ્રીય રાઈફલ યુનિટના કમાન્ડિંગ ઓફિસર કર્નલ મનપ્રીત સિંહ, કંપની કમાન્ડર મેજર આશિષ ધૌનચક અને જમ્મુ-કાશ્મીર પોલીસના ડીએસપી હુમાયુ મુઝમ્મિલ ભટ શહીદ થયા હતા. હવે વધુ એક શહીદ જવાનનો મૃતદેહ મળી આવતાં આ એન્કાઉન્ટરમાં શહીદ થયેલા જવાનોની સંખ્યા વધીને ચાર થઈ ગઈ છે. આજે જીવ ગુમાવનાર ચોથા સૈનિકની ઓળખ હજુ સુધી જાહેર કરવામાં આવી નથી.

વાસ્તવમાં બુધવારે ગુપ્તચર માહિતીના આધારે સેના આતંકીઓને એક ઠેકાણા પર શોધી રહી હતી. આ દરમિયાન છુપાઈને બેઠેલા આતંકીઓએ સેનાના જવાનો પર ગોળીબાર કર્યો હતો. આતંકવાદીઓની ગોળી કર્નલ મનપ્રીત સિંહને વાગી, જેના કારણે તેઓ ઘટનાસ્થળે જ શહીદ થયા. આતંકવાદીઓના ગોળીબારમાં બે અધિકારીઓ પણ ઘાયલ થયા હતા, જેઓ શ્રીનગરની હોસ્પિટલમાં સારવાર દરમિયાન શહીદ થયા હતા. એવું માનવામાં આવે છે કે હુમલો કરનારા આતંકવાદીઓ લશ્કર-એ-તૈયબાના સંગઠન `ધ રેઝિસ્ટન્સ ફ્રન્ટ`નો ભાગ છે.


15 September, 2023 12:38 PM IST | Anantnag | Gujarati Mid-day Online Correspondent

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK