Amit Shah Security Lapse: ભાજપના કાર્યક્રમમાં હાજરી આપવા ઝારખંડના રાંચી પહોંચેલા અમિત શાહના કાફલાનો કેટલાક લોકોએ પીછો કર્યો હતો
અમિત શાહની ફાઇલ તસવીર
શનિવારે (20 જુલાઈ)ના રોજ કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહની સુરક્ષામાં મોટી ચૂક (Amit Shah Security Lapse) થઈ હોવાની વાત સામે આવી છે. ભાજપના કાર્યક્રમમાં હાજરી આપવા ઝારખંડના રાંચી પહોંચેલા અમિત શાહના કાફલાનો કેટલાક લોકોએ પીછો કર્યો હતો. આ મામલે પોલીસે એક વ્યક્તિની ધરપકડ કરી છે. પોલીસે જણાવ્યું કે, આ લોકો નશામાં હતા.



