Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


Food fun and filmstar Food fun and filmstar
હોમ > સમાચાર > રાષ્ટ્રીય સમાચાર > આર્ટિકલ્સ > અમિત શાહે એનસીબી, નેવી અને ગુજરાત પોલીસની વાહવાહી કરી, કહ્યું…

અમિત શાહે એનસીબી, નેવી અને ગુજરાત પોલીસની વાહવાહી કરી, કહ્યું…

28 February, 2024 03:51 PM IST | New Delhi
Gujarati Mid-day Online Correspondent | gmddigital@mid-day.com

Amit Shah On Drug Haul : આજે નરેન્દ્ર મોદી જીના ભારતને ડ્રગ ફ્રી રાષ્ટ્ર બનાવવાના વિઝનને સાકાર કરીને અમારી એજન્સીઓએ મોટી સિદ્ધિ હાંસલ કરી છે – અમિત શાહ

તસવીર સૌજન્ય : પીટીઆઈ

તસવીર સૌજન્ય : પીટીઆઈ


નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો – એનસીબી (Narcotics Control Bureau - NCB)એ અત્યાર સુધીમાં ડ્રગ્સનું સૌથી મોટું કન્સાઈનમેન્ટ રિકવર કર્યું છે. ભારતીય નૌકાદળ (Indian Navy) અને નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરોએ સંયુક્ત રીતે આ ઓપરેશન હાથ ધર્યું હતું. આ ઓપરેશન દરમિયાન વિવિધ પ્રકારની ૩,૩૦૦ કિલો ડ્રગ્સ મળી આવી છે. આ ઉપરાંત પાંચ વિદેશી નાગરિકોની પણ ધરપકડ કરવામાં આવી છે. ગૃહમંત્રી અમિત શાહ (Amit Shah) એનસીબી, નેવી અને ગુજરાત પોલીસ (Gujarat Police)ની કામગિરીથી ખુશ થયા છે અને પોસ્ટ શેર કરી છે. અમિત શાહે અત્યાર સુધીમાં ડ્રગ્સના સૌથી મોટા કન્સાઈનમેન્ટની રિકવરી પર (Amit Shah On Drug Haul) અભિનંદન પાઠવ્યા છે.


ગૃહમંત્રી અમિત શાહે સોશ્યલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર પોસ્ટ શેર કરી છે. આ પોસ્ટમાં અમિત શાહે લખ્યું છે કે, ‘આજે નરેન્દ્ર મોદી જીના ભારતને ડ્રગ ફ્રી રાષ્ટ્ર બનાવવાના વિઝનને સાકાર કરીને અમારી એજન્સીઓએ મોટી સિદ્ધિ હાંસલ કરી છે. નેવી અને ગુજરાત પોલીસ સાથે NCB દ્વારા હાથ ધરાયેલા સંયુક્ત ઓપરેશનમાં 3132 કિલો ડ્રગ્સ ઝડપાયું છે.’




તેમણે આગળ લખ્યું છે, ‘આ ઐતિહાસિક સફળતા આપણા દેશને ડ્રગ મુક્ત બનાવવા માટે અમારી સરકારની અતૂટ પ્રતિબદ્ધતાનો પુરાવો છે. આ પ્રસંગે હું NCB, નેવી અને ગુજરાત પોલીસને અભિનંદન આપું છું.’


જણાવવામાં આવી રહ્યું છે કે જપ્ત કરાયેલા ૩૩૦૦ કિલો ડ્રગ્સમાંથી ૩૦૮૯ કિલો હશિશ, ૧૫૮ કિલો મેથામ્ફેટામાઇન અને ૨૫ કિલો મોર્ફિન છે. નેવીનું કહેવું છે કે, તાજેતરના સમયમાં આ તેના પ્રકારની સૌથી મોટી રિકવરી છે. આ કેસમાં પકડાયેલા વિદેશીઓ પાકિસ્તાની હોવાનું કહેવાય છે. સર્વેલન્સ મિશન પર P8I LRMR એરક્રાફ્ટના ઇનપુટ્સના આધારે, ભારતીય નૌકાદળના મિશન જહાજને દાણચોરીમાં રોકાયેલા શંકાસ્પદને અટકાવવા માટે વાળવામાં આવ્યું હતું. નેવીએ મંગળવારે ક્રૂ મેમ્બર્સની ધરપકડ કરી હતી, જેમને કાયદા અમલીકરણ એજન્સીઓને સોંપવામાં આવ્યા હતા.

ભારતીય નૌકાદળના જણાવ્યા અનુસાર જપ્ત કરાયેલી દવાઓ ઈરાનથી લાવવામાં આવી રહી હતી. આ અંગેની માહિતી મળ્યા બાદ ભારતીય નૌકાદળ અને નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો સાથે સંયુક્ત ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. તપાસ દરમિયાન જહાજમાંથી કરોડો રૂપિયાનું ડ્રગ્સ મળી આવ્યું હતું. કાર્યવાહી કરીને બોટમાં સવાર પાંચ ક્રૂ મેમ્બરને પકડી લેવામાં આવ્યા હતા. પકડાયેલા જહાજમાંથી પકડાયેલા પાંચ આરોપીઓ પાકિસ્તાની હોવાની આશંકા છે.

નૌકાદળના પ્રવક્તાએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર પોસ્ટ કરીને જનાવ્યું હતું કે, ‘એક શંકાસ્પદ બોટને અટકાવવામાં આવી હતી. તાજેતરના સમયમાં જપ્ત કરાયેલા ડ્રગ્સનું આ સૌથી મોટું કન્સાઇનમેન્ટ છે. આ માહિતી સર્વેલન્સ મિશન પર તૈનાત P81 LRMR એરક્રાફ્ટ દ્વારા પ્રાપ્ત થઈ હતી અને NCB દ્વારા પણ પુષ્ટિ કરવામાં આવી હતી, ત્યારબાદ ભારતીય નૌકાદળના મિશનને તૈનાત યુદ્ધ જહાજને શંકાસ્પદ બોટને અટકાવવા અને પકડવા માટે વાળવામાં આવ્યું હતું.’

Whatsapp-channel Whatsapp-channel

28 February, 2024 03:51 PM IST | New Delhi | Gujarati Mid-day Online Correspondent

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK