Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > રાષ્ટ્રીય સમાચાર > આર્ટિકલ્સ > પાકિસ્તાનને સૈન્યની માહિતી મોકલવાના આરોપસર અલવરમાં ૪ લોકોની ધરપકડ

પાકિસ્તાનને સૈન્યની માહિતી મોકલવાના આરોપસર અલવરમાં ૪ લોકોની ધરપકડ

Published : 04 August, 2026 10:52 AM | IST | Alwar
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

મિલિટરી ઇન્ટેલિજન્સ અને રાજસ્થાન પોલીસની સંયુક્ત કાર્યવાહી

પ્રતીકાત્મક ફાઇલ તસવીર

પ્રતીકાત્મક ફાઇલ તસવીર


રાજસ્થાનના અલવર જિલ્લામાં મિલિટરી ઇન્ટેલિજન્સ અને રાજસ્થાન પોલીસની સ્પેશ્યલ બ્રાન્ચે સંયુક્ત કાર્યવાહી કરીને ૪ લોકોની ધરપકડ કરી છે. તેમના પર પૈસાના બદલામાં સૈન્યની છાવણી, 
રેલવે-સ્ટેશન, વંદે ભારત ટ્રેનની અવરજવર સહિતની સંવેદનશીલ માહિતી, ફોટો અને વિડિયો પાકિસ્તાનને મોકલવાનો આરોપ છે.

તપાસમાં સામે આવ્યું છે કે ચારેય આરોપીઓ પાકિસ્તાનમાં બેઠેલા તેમના હૅન્ડલર્સના સંપર્કમાં હતા. આ હૅન્ડલર્સે સોશ્યલ મીડિયા અને વૉટ્સઍપ પર ખોટી ઓળખ બનાવીને તેમ જ મહિલાઓના નામથી સંપર્ક કરીને તેમને પૈસાની લાલચ આપીને સંવેદનશીલ માહિતી મગાવી હતી.



સંયુક્ત ટીમે ઇટારાણા સૈન્ય છાવણી વિસ્તાર નજીકથી ઉમેશ જાટવ, સંજય જાટ, આકાશ જાટવ અને ધારા જાટવની ધરપકડ કરી છે અને હાલ તેમના મોબાઇલ ફોન, વૉટ્સઍપ ચૅટ, વિડિયો, ફોટો અને બૅન્ક-ખાતાંઓની તપાસ ચાલી રહી છે.


તપાસ-એજન્સીઓને શંકા છે કે મુખ્ય આરોપી ઉમેશે પૈસાની લાલચ આપીને અન્ય લોકોને પણ આ નેટવર્ક સાથે જોડવાનો પ્રયાસ કર્યો હતો. ધરપકડ કરવામાં આવેલા ચારે જણ પાકિસ્તાની જાસૂસી સંસ્થા ઇન્ટર-સર્વિસિસ ઇન્ટેલિજન્સ (ISI)ના સંપર્કમાં હોવાનું બહાર આવતાં સુરક્ષા-એજન્સીઓ ઊંડાણપૂર્વક આખા નેટવર્કની તપાસ કરી રહી છે. 


Whatsapp-channel Whatsapp-channel

04 August, 2026 10:52 AM IST | Alwar | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK