Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > રાષ્ટ્રીય સમાચાર > આર્ટિકલ્સ > પશ્ચિમ બંગાળમાં ગંગા નદીના કિનારે ૧૯૫૪માં બનાવવામાં આવેલું શિવ મંદિર પાણીમાં સમાયું

પશ્ચિમ બંગાળમાં ગંગા નદીના કિનારે ૧૯૫૪માં બનાવવામાં આવેલું શિવ મંદિર પાણીમાં સમાયું

Published : 09 September, 2026 01:19 PM | IST | West Bengal
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

ગયા વર્ષથી મંદિર ધોવાણના ભયનો સામનો કરી રહ્યું હતું

વાઇરલ વિડીયોમાંથી સ્ક્રીનશૉટ

વાઇરલ વિડીયોમાંથી સ્ક્રીનશૉટ


પશ્ચિમ બંગાળના માલદા જિલ્લાના રતુઆમાં ગંગા નદીના કિનારાના ભારે ધોવાણને કારણે ૧૯૫૪માં બાંધવામાં આવેલું ભગવાન શિવનું મંદિર ગઈ કાલે ગંગા નદીમાં સમાઈ ગયું હતું. ગયા વર્ષથી મંદિર ધોવાણના ભયનો સામનો કરી રહ્યું હતું અને એને બચાવવા માટે કામચલાઉ રક્ષણાત્મક દીવાલ બાંધવામાં આવી હોવાથી એ ઊભું રહ્યું હતું, પણ સપ્ટેમ્બર મહિનામાં આ દીવાલ તૂટી પડ્યા બાદ પૂરના કારણે આ મંદિર ગંગા નદીમાં સમાઈ ગયું હતું. પ્રાચીન મંદિરને તેમની નજર સામે ગાયબ થતું જોઈને ગ્રામજનો રડી પડ્યા હતા. નદીના કિનારા પર રહેલા બાંધકામ પર ખતરો ઊભો થતાં ગ્રામજનોમાં ચિંતા અને ડરનો માહોલ છે.


Whatsapp-channel Whatsapp-channel

09 September, 2026 01:19 PM IST | West Bengal | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK