ડિવાઇડર સાથે પુરજોશમાં અથડાઈ થાર, પાંચ લોકોનાં મોત
એક વ્યક્તિ ખૂબ જ ગંભીર હાલતમાં છે અને તેની ગુરુગ્રામની હૉસ્પિટલમાં સારવાર ચાલી રહી છે.
ગુરુગ્રામમાં શનિવારે વહેલી સવારે એક ભયાનક રોડ-અકસ્માત થયો હતો. સવારે ૪.૩૦ વાગ્યે મિલેનિયમ સિટી તરફ જતી એક થાર કાર નૅશનલ હાઇવે પર એક ડિવાઇડર સાથે એટલા જોરથી અથડાઈ કે એમાં સવાર છ લોકોમાંથી પાંચનાં મૃત્યુ થયાં હતાં. કારના પુરજેપુરજા જુદા થઈ ગયા હતા અને શબ પણ ૧૦૦ મીટર દૂર સુધી વિખેરાયેલાં પડ્યાં હતાં. પોલીસનું કહેવું છે કે બધાના હાથમાં એક પબનું રિસ્ટ-બૅન્ડ હતું એટલે એવું ધારી શકાય કે તેઓ મોડી રાત સુધી કોઈ પાર્ટીમાં ગયા હશે. મરનારાઓમાં ૩ મહિલાઓ અને બે પુરુષો છે. એક વ્યક્તિ ખૂબ જ ગંભીર હાલતમાં છે અને તેની ગુરુગ્રામની હૉસ્પિટલમાં સારવાર ચાલી રહી છે.


