અનિલા ગંભીર રીતે દાઝી જતાં મૃત્યુ પામી હતી અને તેની સાથે પ્રવાસ કરતા પુરુષની સ્થિતિ ગંભીર છે.
દુર્ઘટનાની તસવીર
કેરલાના કોલ્લમ શહેરમાં ૫૦ વર્ષના પદમરાજન નામના એક માણસે તેની ૪૪ વર્ષની પત્ની અનિલાની કાર પેટ્રોલ નાખીને સળગાવી દીધી હતી. એમાં અનિલાનું મૃત્યુ થયું હતું, જ્યારે તેની સાથે પ્રવાસ કરતા એક પુરુષની હાલત ગંભીર છે. અનિલા તેની કારમાં અન્ય પુરુષ સાથે પ્રવાસ કરતી હોવાનું પદમરાજનના ધ્યાનમાં આવતાં તેણે મંગળવારે રાત્રે તેમની કારનો પીછો કર્યો હતો. કોલ્લમ સિટી ઈસ્ટ પોલીસ-સ્ટેશનની હદમાં તેણે અનિલાની કાર અટકાવી હતી અને એના પર પેટ્રોલ છાંટીને સળગાવી દીધી હતી. અનિલા ગંભીર રીતે દાઝી જતાં મૃત્યુ પામી હતી અને તેની સાથે પ્રવાસ કરતા પુરુષની સ્થિતિ ગંભીર છે. પોલીસે પદમરાજનની ધરપકડ કરીને તેની પૂછપરછ શરૂ કરી છે.


