Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > રાષ્ટ્રીય સમાચાર > આર્ટિકલ્સ > વૅલેન્ટાઇન્સ ડે માટે બૅન્ગલોર ઍરપોર્ટથી ૬+ કરોડ ગુલાબ ગયાં દેશ-વિદેશમાં

વૅલેન્ટાઇન્સ ડે માટે બૅન્ગલોર ઍરપોર્ટથી ૬+ કરોડ ગુલાબ ગયાં દેશ-વિદેશમાં

Published : 19 February, 2026 07:45 AM | Modified : 19 February, 2026 07:46 AM | IST | Bengaluru
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

૨૬ દેશો અને ૪૭ સ્થાનિક શહેરોમાં મોકલવામાં આવ્યાં ૨૭૦૦+ ટન વજનનાં રોઝ

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર


વૅલેન્ટાઇન્સ સીઝન દરમ્યાન તાજાં લાલ ગુલાબોની માગણીમાં વધારો થયો હતો એટલે બૅન્ગલોર ઍરપોર્ટે ૨૬ આંતરરાષ્ટ્રીય ડેસ્ટિનેશન અને દેશનાં ૪૭ શહેરોમાં ૨૭૦૦ ટનથી વધુ વજનનાં લગભગ ૬ કરોડથી વધારે ગુલાબ મોકલી આપ્યાં હતાં. ગુલાબ મોકલવામાં વાર્ષિક ધોરણે ૩૮ ટકાનો વધારો અને ટનમાં ૬૪ ટકાનો વધારો થયો હતો.

છેલ્લાં સતત પાંચ વર્ષથી ભારતમાંથી પૅરિશેબલ આઇટમોની નિકાસમાં બૅન્ગલોર ઍરપોર્ટે એનું સ્થાન અગ્રણી હરોળમાં મૂકી દીધું હોવાનું બૅન્ગલોર ઇન્ટરનૅશનલ ઍરપોર્ટ લિમિટેડે એક નિવેદનમાં જણાવ્યું હતું.



આંતરરાષ્ટ્રીય શિપમેન્ટ ૩૦૫ ટન પર સ્થિર રહ્યું, જેમાં સિંગાપોર ટોચના ઓવરસીઝ ડેસ્ટિનેશન તરીકે ઊભરી આવ્યું હતું. ત્યાર બાદ ક્વાલા લમ્પુર, અબુ ધાબી, ન્યુ યૉર્ક અને કુવૈતનો સમાવેશ થાય છે. આ સીઝનમાં નવાં આંતરરાષ્ટ્રીય સ્થળોમાં લૉસ ઍન્જલસ, લંડન ગૅટવિક, ડૅલસ ફોર્ટવર્થ, ટૉરોન્ટો અને ઑરલૅન્ડોનો સમાવેશ થાય છે.


સ્થાનિક મોરચે ૨૪૦૨ ટન ગુલાબનું પરિવહન કરવામાં આવ્યું હતું, જે વાર્ષિક ધોરણે ૭૯ ટકાનો વધારો દર્શાવે છે. દિલ્હી અને કલકત્તામાં ગુલાબની સૌથી વધારે માગણી રહી હતી, જ્યારે ગુવાહાટી, મુંબઈ અને જયપુરમાં પણ માગણી વધારે જોવા મળી હતી. કલકત્તા, મુંબઈ, ચંડીગઢ અને લખનઉએ ગઈ સીઝનની સરખામણીમાં ૧૫૦ ટકાથી વધુ વૃદ્ધિ નોંધાવી હતી.


Whatsapp-channel Whatsapp-channel

19 February, 2026 07:46 AM IST | Bengaluru | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK