Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > રાષ્ટ્રીય સમાચાર > આર્ટિકલ્સ > બોલો, હરિયાણા સરકારના અકાઉન્ટમાંથી ૫૯૦ કરોડ તફડાવી લીધા

બોલો, હરિયાણા સરકારના અકાઉન્ટમાંથી ૫૯૦ કરોડ તફડાવી લીધા

Published : 23 February, 2026 08:46 AM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

IDFC ફર્સ્ટ બૅન્કમાં થયું મોટું ફ્રૉડ, ૪ અધિકારીઓ સસ્પેન્ડ

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર


IDFC ફર્સ્ટ બૅન્કમાં હરિયાણા સરકારના અકાઉન્ટમાં ફ્રૉડ થયું હોવાનો મામલો બહાર આવ્યો છે. બૅન્કે રિપોર્ટ કર્યો છે કે ચંડીગઢની એક બ્રાન્ચમાં હરિયાણા સરકારના અકાઉન્ટમાંથી ૫૯૦ કરોડ રૂપિયા કોઈ પરવાનગી વિના ઉઠાવી લેવાયા છે. IDFC ફર્સ્ટ બૅન્કે કહ્યું હતું કે ચંડીગઢ બ્રાન્ચના કેટલાક કર્મચારીઓ પણ હરિયાણા સરકારના અકાઉન્ટમાંથી ૫૯૦ કરોડ રૂપિયાનું ફ્રૉડ કરવામાં સામેલ હતા.

બૅન્કે સ્ટૉક એક્સચેન્જ ફાઇલિંગના માધ્યમથી કહ્યું હતું કે ‘કર્મચારીઓ અને બીજા અન્ય બહારના લોકોની સામે સખત શિસ્ત, સિવિલ અને ક્રિમિનલ કાર્યવાહી કરવામાં આવશે. હરિયાણા સરકારના એક ખાસ ડિપાર્ટમેન્ટ પાસેથી જાણકારી મળવા પર શરૂઆતમાં ઇન્ટર્નલ અસેસમેન્ટ કરવામાં આવ્યું હતું. એ પછી બૅન્કે ચંડીગઢની એક ખાસ બ્રાન્ચના કેટલાક કર્મચારીઓ દ્વારા પરવાનગી વિના થયેલી ગતિવિધિઓ પકડી પાડી હતી.’



મામલાની ગંભીરતા જોઈને ફ્રૉડના મામલાના મૉનિટરિંગ અને ફૉલોઅપ માટે ૨૦ ફેબ્રુઆરીએ બોર્ડની સ્પેશ્યલ કમિટીની બેઠક બોલાવવામાં આવી હતી. ૪ શંકાસ્પદ અધિકારીઓને તપાસ પૂરી થાય ત્યાં સુધી સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે.


Whatsapp-channel Whatsapp-channel

23 February, 2026 08:46 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK