૧૩ કાઉન્સિલરે ધરી દીધાં રાજીનામાં, ‘ઇન્દ્રપ્રસ્થ વિકાસ પાર્ટી’ નામની નવી પાર્ટી બનાવી
પ્રતીકાત્મક તસવીર
દિલ્હીમાં આમ આદમી પાર્ટી (AAP)ના ૧૩ કાઉન્સિલરોએ ગઈ કાલે પ્રાથમિક સભ્યપદેથી રાજીનામું આપી દીધું છે. હેમચંદ ગોયલના નેતૃત્વમાં થર્ડ ફ્રન્ટ બનાવવાની જાહેરાત થઈ છે. તમામ કાઉન્સિલરે રાજીનામું આપીને ‘ઇન્દ્રપ્રસ્થ વિકાસ પાર્ટી’ બનાવવાનો નિર્ણય કર્યો છે. આ પાર્ટીના લીડર મુકેશ ગોયલ હશે. રાજીનામું આપનારા ૧૩ કાઉન્સિલરોમાં હેમચંદ ગોયલ, દિનેશ ભારદ્વાજ, હિમાની જૈન, ઉષા શર્મા, સાહિબ કુમાર, રાખી કુમાર, અશોક પાંડે, રાજેશ કુમાર, અનિલ રાણા, દેવેન્દ્ર કુમાર અને હિમાની જૈન સામેલ છે.

