દુર્ઘટના બાદ આરોપી ડ્રાઇવર ફરાર થઈ ગયો હતો.
અકસ્માત
હરિયાણાના નૂંહ જિલ્લાના ફિરોઝપુરમાં દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ વે પર શનિવારે સવારે એક ભયંકર અકસ્માત થયો હતો, જેમાં સાત લોકોનાં મોત થયાં હતાં. એક બેકાબૂ પિક-અપ ગાડીએ સફાઈ કરી રહેલા ૧૧ કર્મચારીઓને અડફેટે લીધા હતા, જેમાં છ લોકોનું ઘટનાસ્થળે અને એકનું હૉસ્પિટલમાં સારવાર દરમ્યાન મૃત્યુ થયું હતું. આ સિવાય ચાર લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હતા, જેમને સારવાર માટે હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. દુર્ઘટના બાદ આરોપી ડ્રાઇવર ફરાર થઈ ગયો હતો.


