અહિલ્યાનગર જિલ્લાના શિરડીમાં મીડિયા સાથે વાત કરતા, નિતેશ રાણેએ ટિપ્પણી કરી કે જ્યારે મોટી સેલિબ્રિટીઓ તેમના અંગત જીવન અંગે નિર્ણયો લે છે, ત્યારે સમાજ તેની નોંધ લે છે. તેમણે કહ્યું, "આ મારો અભિપ્રાય છે. `લવ જેહાદ`નો બ્રાન્ડ એમ્બેસેડર કોણ છે?"
નિતેશ રાણે, આમિર ખાન અને ગૌરી સ્પ્રૅટે ખાનગી સમારોહમાં લગ્ન કર્યા હતા
મહારાષ્ટ્ર સરકારના મંત્રી અને ભાજપ નેતા નિતેશ રાણે દ્વારા બૉલિવૂડ અભિનેતા આમિર ખાનના ત્રીજા લગ્ન અંગેના નિવેદનથી વિવાદ શરૂ થયો છે. આ લગ્ન પર પ્રતિક્રિયા આપતા રાણેએ પ્રશ્ન કર્યો હતો કે શું તેને `લવ જેહાદ`ના ઉદાહરણ તરીકે જોવું જોઈએ? તેમણે હિન્દુ સમુદાયને, ખાસ કરીને યુવાનોને, આવી સેલિબ્રિટીઓને અપોર્ટ કરતાં પહેલા કાળજીપૂર્વક વિચારવાનો આગ્રહ પણ કર્યો છે. રાણેના નિવેદનથી રાજકીય અને સોશિયલ મીડિયા પર ચર્ચા શરૂ થઈ છે. જોકે, આ બાબતે આમિર ખાન તરફથી અત્યાર સુધી કોઈ પ્રતિક્રિયા આવી નથી.
નીતેશ રાણેએ શું કહ્યું?
ADVERTISEMENT
અહિલ્યાનગર જિલ્લાના શિરડીમાં મીડિયા સાથે વાત કરતા, નિતેશ રાણેએ ટિપ્પણી કરી કે જ્યારે મોટી સેલિબ્રિટીઓ તેમના અંગત જીવન અંગે નિર્ણયો લે છે, ત્યારે સમાજ તેની નોંધ લે છે. તેમણે કહ્યું, "આ મારો અભિપ્રાય છે. `લવ જેહાદ`નો બ્રાન્ડ એમ્બેસેડર કોણ છે? શું આમિર ખાન એક નથી બની રહ્યો? તેની ફિલ્મો જોનારા હિન્દુ યુવાનોએ આવા કલાકારોને મોટા સ્ટાર બનાવવામાં મદદ કરતા પહેલા કાળજીપૂર્વક વિચાર કર્યા પછી જ અભિપ્રાય બનાવવો જોઈએ." તેમણે વધુમાં ઉમેર્યું, "હિન્દુ સમાજે આવા લોકો દ્વારા બનાવેલી ફિલ્મો જોવી કે નહીં તે અંગે વિચાર કરવાની જરૂર છે. જે લોકો આવી વ્યક્તિઓને સેલિબ્રિટી માને છે તેઓએ પોતાના વિચારો પર પુનર્વિચાર કરવો જોઈએ." રાણેએ એમ પણ કહ્યું, "જે હિન્દુ યુવાનો તેને સેલિબ્રિટી માને છે તેમણે વિચારવું જોઈએ કે તેઓ તેની પાસેથી કેવા પ્રકારની પ્રેરણા મેળવી રહ્યા છે. જ્યારે આવા વ્યક્તિઓ પોતાના જીવન વિશે નિર્ણયો લે છે, ત્યારે હિન્દુ સમાજે પણ તેને ધ્યાનમાં લેવું જોઈએ. `લવ જેહાદ`નો બ્રાન્ડ એમ્બેસેડર કોણ છે? શું આમિર ખાન એક નથી બની રહ્યો? હિન્દુ યુવાનોએ વિચારપૂર્વક નક્કી કરવું જોઈએ કે તેઓ કોની ફિલ્મો જુએ છે અને તેઓ તેને કેટલું સમર્થન આપે છે."
? NITESH RANE : Who is the brand ambassador of love jihad? Is Aamir Khan not becoming one? Hindus should think about it.
— News Algebra (@NewsAlgebraIND) July 12, 2026
AIMIM`s Waris Pathan : "Aamir Khan had courage for 3 marriages, you do 4 if you`ve courage. Top businessmen and politicians attended his marriage" ? pic.twitter.com/r4vehbO6xK
આમિર ખાનના ત્રીજા લગ્ન
આમિર ખાને જુલાઈના પહેલા અઠવાડિયે ગૌરી સ્પ્રૅટ સાથે લગ્ન કર્યા હતા. લગ્ન 5 જુલાઈના રોજ બાન્દ્રાના પાલી હિલ ખાતેના તેના નિવાસસ્થાને એક ખાનગી સમારોહ દરમિયાન થયા હતા, જેમાં ફક્ત પરિવારના સભ્યો અને થોડા નજીકના મિત્રો જ હાજર રહ્યા હતા. ગૌરી સ્પ્રૅટ બૅન્ગલુરુની છે અને બ્યુટી ઉદ્યોગ સાથે સંકળાયેલી છે. તે અગાઉ સલૂન ચેઇન BBlunt માં પાર્ટનર અને ડિરેક્ટરની પદવી સાંભળી છે અને હાલમાં આમિર ખાન પ્રોડક્શન્સ સાથે પ્રોજેક્ટ્સમાં મદદ કરી રહી છે.
25 વર્ષ જૂની ઓળખાણ
આમીર ખાન અને ગૌરી સ્પ્રસૅટ છેલ્લા 25 વર્ષથી એકબીજાને ઓળખે છે. 2024 માં આમિરની પિતરાઈ બહેન નુઝહત ખાન દ્વારા તેઓ ફરી જોડાયા, ત્યારબાદ તેમનો સંબંધ ગાઢ બન્યો. 2025 માં તેમના 60 મા જન્મદિવસે આમિર ખાને ગૌરીને પહેલી વાર મીડિયા સમક્ષ ‘જીવનસાથી’ તરીકે રજૂ કરી. આ આમિર ખાનના ત્રીજા લગ્ન છે. તેમના પહેલા લગ્ન રીના દત્તા સાથે થયા હતા, જે 1968 થી 2002 સુધી ચાલ્યા હતા. ત્યારબાદ, તેમણે 2005 માં ફિલ્મ નિર્માતા કિરણ રાવ સાથે લગ્ન કર્યા; 2021 માં આ દંપતીના છૂટાછેડા થયા. આમિર ખાન હવે ગૌરી સ્પ્રૅટ સાથે ત્રીજા લગ્નમાં જોડાયો છે.
