મલાઈકા અરોરાના સાવકા પિતા અનિલ મહેતાની પ્રાર્થના સભા મુંબઈના ગુરુદ્વારામાં યોજાઈ હતી. મનોરંજન જગતની અનેક હસ્તીઓ શોક વ્યક્ત કરવા માટે પહોંચી હતી. મલાઈકા અરોરા તેની માતા જોયસ પોલીકાર્પ અને બહેન અમૃતા અરોરા સાથે જોવા મળી હતી. કરીના કપૂર તેના ભૂતપૂર્વ બોયફ્રેન્ડ અર્જુન કપૂર સહિત નજીકના ઘણા બધા મિત્રો પ્રાર્થના સભા માટે ગુરુદ્વારામાં એકઠા થયા હતા.