મનોજ જરાંગે (ફાઈલ ફોટો)
Updated
1 year 9 months 3 weeks 2 days 18 hours 48 minutes ago
09:11 PM
News Live Updates: ઉત્તરાખંડમાં ગોઝારો અકસ્માત, છ લોકોના મોત
ઉત્તરાખંડના ટિહરીમાં એક મોટો અકસ્માત થયો છે. ઉત્તરકાશી જિલ્લાના મોરી વિસ્તારથી દેહરાદૂન જઈ રહેલી એક કાર ટિહરીના નૈનબાગ યમુના પુલ પાસે નદીમાં પડી ગઈ હતી. આ અકસ્માતમાં છ લોકોના મોત થયા હતા. નૈનબાગ તહસીલદાર રાજેન્દ્ર પ્રસાદ મામંગાઈએ છ લોકોના મોતની પુષ્ટિ કરી છે.
Updated
1 year 9 months 3 weeks 2 days 19 hours 50 minutes ago
08:09 PM
News Live Updates: ભાજપના અધ્યક્ષ જેપી નડ્ડાએ મુંબઈ નેતાઓને કહ્યું આવું
ભાજપના અધ્યક્ષ જેપી નડ્ડાએ બુધવારે તેમના મુંબઈ એકમના નેતાઓને પક્ષની વિચારધારા સમાજના છેલ્લા વ્યક્તિ સુધી પહોંચે તે સુનિશ્ચિત કરવા કહ્યું અને તેમને વિપક્ષના હુમલાઓનો યોગ્ય જવાબ આપવા વિનંતી કરી.
Updated
1 year 9 months 3 weeks 2 days 20 hours 50 minutes ago
07:09 PM
News Live Updates: વિદ્યાર્થીઓની જાતીય સતામણી કરનાર બસ એટેન્ડન્ટની ધરપકડ
મુંબઈમાં પ્રવાસ દરમિયાન વિદ્યાર્થીઓની જાતીય સતામણી કરવાના આરોપમાં ખાનગી બસના એક અટેન્ડન્ટની ધરપકડ કરવામાં આવી હતી.
Updated
1 year 9 months 3 weeks 2 days 21 hours 46 minutes ago
06:13 PM
News Live Updates : મનોજ જરાંગેની ફરી ચેતવણી, માંગ પુરી નહીં કરો તો અમે રસ્તા રોકીશું
મરાઠા આરક્ષણ આંદોલનનું નેતૃત્વ કરનાર કાર્યકર્તા મનોજ જરાંગે ફરી એકવાર સરકારને ચેતવણી આપી છે. જારંગેએ જણાવ્યું હતું કે મહારાષ્ટ્ર સરકારે કુણબી મરાઠા રક્ત સંબંધોના સભ્યો અંગેના ડ્રાફ્ટ નોટિફિકેશનને બે દિવસમાં અમલમાં મૂકવો પડશે. જો આમ નહીં થાય તો 24 ફેબ્રુઆરીથી સમાજના લોકો રાજ્યભરમાં રસ્તા રોકશે. જાલના જિલ્લાના અંતરવાલી સરતી ગામમાં મરાઠા સમુદાયના સભ્યોની બેઠકમાં બોલતા, જરાંગે શાંતિપૂર્ણ વિરોધ દરમિયાન હિંસાનો આશરો ન લેવા પર ભાર મૂક્યો હતો. જરાંગે 10 ફેબ્રુઆરીથી અહીં ભૂખ હડતાળ પર છે.


