Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ

News Live Updates: જમ્મુ ડિવિઝનના રાજૌરી જિલ્લાના નૌશેરામાં એલઓસી પર લેન્ડમાઈન વિસ્ફોટ

News Live Updates : મહારાષ્ટ્ર અને મુંબઈના વિવિધ મહત્વના સમાચાર તથા ગુજરાતમાં રોજબરોજ બનતી ઘટનાઓ વિશે સતત અપડેટ મેળવતાં રહો અહીં...

Updated on : 18 January,2024 09:46 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent | gmddigital@mid-day.com

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર

Updated
3 months
2 weeks
6 days
10 hours
2 minutes
ago

02:25 PM

News Live Updates: જમ્મુ ડિવિઝનના રાજૌરી જિલ્લાના નૌશેરામાં એલઓસી પર લેન્ડમાઈન વિસ્ફોટ

જમ્મુ ડિવિઝનના રાજૌરી જિલ્લાના નૌશેરામાં એલઓસી પર લેન્ડમાઈન વિસ્ફોટને કારણે સેનાનો એક જવાન શહીદ થયો છે અને બે જવાન ગંભીર રીતે ઘાયલ થયા છે. આ ઘટના ફોરવર્ડ ડિફેન્સ લાઇન (FDL)થી લગભગ 300 મીટર દૂર 80મી ઇન્ફન્ટ્રી બ્રિગેડ હેઠળની 17મી શીખ લાઇટ બટાલિયનના એરિયા ઑફ રિસ્પોન્સિબિલિટી (AOR)માં સવારે 10:30 વાગ્યે બની હતી.

Updated
3 months
2 weeks
6 days
10 hours
27 minutes
ago

02:00 PM

News Live Updates: શિવસેનાના ધારાસભ્ય રાજન સાલ્વીના ઘરે ACBએ દરોડા પાડ્યા

શિવસેનાના ધારાસભ્ય રાજન સાલ્વીના ઘરે ACBએ દરોડા પાડ્યા હતા. ડીએસપી સુશાંત ચવ્હાણના નેતૃત્વમાં 20 અધિકારીઓ અને કર્મચારીઓની ટીમે સાલ્વીના રત્નાગીરીના ઘરે તપાસ હાથ ધરી હતી. સાલ્વીના નિવાસસ્થાન, તેના ભાઈનું ઘર અને એક હોટલ - ત્રણ સ્થળોએ એક સાથે દરોડા પાડવામાં આવ્યા હતા.

Updated
3 months
2 weeks
6 days
10 hours
44 minutes
ago

01:43 PM

News Live Updates: થાણેના ખેડૂત સાથે છેતરપિંડી કરવા બદલ ચાર સામે ગુનો નોંધાયો

થાણેના ખેડૂતને રૂ. 5.25 લાખની છેતરપિંડી કરવા બદલ ચાર સામે ગુનો નોંધવામાં આવ્યો છે. 

Updated
3 months
2 weeks
6 days
11 hours
51 minutes
ago

12:36 PM

News Live Updates: NTA એ JEE મેઇન્સ 2024 પેપર I પરીક્ષાની સિટી ઇન્ટિમેશન સ્લિપ બહાર પાડી

નેશનલ ટેસ્ટિંગ એજન્સી, NTA એ JEE મેઇન્સ 2024 પેપર I પરીક્ષાની સિટી ઇન્ટિમેશન સ્લિપ બહાર પાડી છે. B.E/ B.Tech માટે પરીક્ષા શહેરની ફાળવણી માટેની એડવાન્સ સૂચના ઉમેદવારો માટે JEEની સત્તાવાર વેબસાઇટ jeemain.nta.ac.in પર ઉપલબ્ધ છે.

Load More Updates

X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK