બોમ્બે એ-1 રેસ્ટોરન્ટમાં આગ (તસવીર સૌજન્ય: રાજેન્દ્ર બી. અકલેકર)
Updated
1 year 2 months 1 week 1 day 16 hours 32 minutes ago
09:30 PM
News Live Updates: માનખુર્દમાં રોડ પર ત્યજી દેવાયેલા રડતાં નવજાત બાળકને સ્થાનિકોએ બચાવ્યું
મુંબઈમાં મંગળવારે ભારે વરસાદ પડ્યો હતો, અને ધોધમાર વરસાદ વચ્ચે, એક નવજાત બાળક રસ્તા પર ત્યજી દેવાયેલું જોવા મળ્યું હતું, જે વરસાદી પાણીથી ભીંજાઇ જતાં તે બાળક જોરથી રડતું હતું. વરસાદના અવાજ તેમ જ બાળકના રડવાનો અવાજ સાંભળી પડોશીઓ ઘટના સ્થળે દોડી આવ્યા હતા. તેમાંથી એકે તરત જ બાળકને ઉપાડીને ઘરની અંદર લાવ્યો. તેઓએ પોલીસને જાણ કરી, જેઓ ઘટનાસ્થળે પહોંચ્યા અને બાળકને તબીબી સંભાળ માટે હોસ્પિટલમાં લઈ ગયા. આ મામલે અજાણ્યા વ્યક્તિ વિરુદ્ધ કેસ નોંધવામાં આવ્યો છે.
Updated
1 year 2 months 1 week 1 day 17 hours 2 minutes ago
09:00 PM
News Live Updates: ગ્રાન્ટ રોડની એક ઈમારતમાં આગ
બોમ્બે એ-1 રેસ્ટોરન્ટ, લેમિંગ્ટન રોડ, ગ્રાન્ટ રોડ પાસે સાંજે 6.15 કલાકે નાની આગ ફાટી નીકળી હતી. અગ્નિશમન અધિકારીઓએ જણાવ્યું હતું કે આ એક નાની આગ હતી અને કોઈને પણ ઈજા ન થતાં તે ઝડપથી બુઝાઈ ગઈ હતી. આગ લાગવાનું કારણ અજ્ઞાત છે. બે ફાયર ટેન્ડર સ્થળ પર હતા. લેમિંગ્ટન રોડ ઇલેક્ટ્રીકટોન્સ અને કોમ્પ્યુટર પ્રોડક્ટનું વ્યસ્ત બજાર છે. આગના કારણે ગ્રાન્ટરોડ રેલ ઓવર બ્રિજનો ટ્રાફિક થોડો સમય માટે ખોરવાઈ ગયો હતો.
Updated
1 year 2 months 1 week 1 day 17 hours 32 minutes ago
08:30 PM
News Live Updates: ઈઝરાયેલને રોકવું જરૂરી, નહીં રોકાય તો આખી દુનિયામાં યુદ્ધ ફાટી નીકળશે- ઈરાન
ઈરાનના રાષ્ટ્રપતિ મસૂદ પઝકિયાને મંગળવારે સંયુક્ત રાષ્ટ્ર મહાસભાને સંબોધિત કરી હતી. તેમણે કહ્યું કે ઈરાન હજુ લેબનોનમાં ઈઝરાયેલના હુમલાનો જવાબ આપશે નહીં. તેનાથી વિસ્તારમાં તણાવ વધી શકે છે.
Updated
1 year 2 months 1 week 1 day 18 hours 2 minutes ago
08:00 PM
News Live Updates: મહારાષ્ટ્રના રાયગઢ જિલ્લામાં 22 વર્ષીય મહિલા ધોધમાં ડૂબી ગઈ
ખોપોલીના રહેવાસી મહિલા અને તેના સંબંધીઓ પિકનિક માટે ધોધ પર ગયા હતા. જ્યારે તેઓ ધોધના પાયામાં આવેલા પ્લન્જ પૂલમાં હતા ત્યારે ભારે વરસાદને કારણે પાણીનો પ્રવાહ અચાનક વધી ગયો હતો.


