પ્રતીકાત્મક તસવીર
Updated
1 year 1 month 3 weeks 3 days 13 hours 55 minutes ago
12:00 PM
News Live Updates: જેજે હોસ્પિટલમાં વિદ્યાર્થીની સાથે રેગિંગ
ગ્રાન્ટ ગવર્મેન્ટ મેડિકલ કોલેજ અને જેજે હોસ્પિટલમાં એમબીબીએસના ફર્સ્ટ યરના વિદ્યાર્થીની રેગિંગની ચોંકાવનારી ઘટના પ્રકાશમાં આવી છે. પીડિત વિદ્યાર્થીની ફરિયાદ બાદ કોલેજની એન્ટી રેગિંગ કમિટીએ તાત્કાલિક તપાસ શરૂ કરી હતી અને આરોપી વિદ્યાર્થીઓ સામે કાર્યવાહી કરી હતી.
Updated
1 year 1 month 3 weeks 3 days 15 hours 10 minutes ago
10:45 AM
News Live Updates: પુણેના મંડાઈ મેટ્રો સ્ટેશન પાસે આગ
પુણેના મંડાઈ મેટ્રો સ્ટેશન પાસે મોડી રાત્રે મેટ્રો સ્ટેશનના ગ્રાઉન્ડ ફ્લોર પર ફોમ મટિરિયલમાં આગ લાગતા આગ ફાટી નીકળી હતી. 5 ફાયર ટેન્ડર ગાડીઓ દોડાવી હતી અને પાંચ મિનિટમાં આગ પર કાબૂ મેળવી લીધો હતો.
Updated
1 year 1 month 3 weeks 3 days 15 hours 55 minutes ago
10:00 AM
News Live Updates: પતિની ફરિયાદ કે પત્ની ખૂબ જ દારૂ પીએ છે
ઉત્તર પ્રદેશના ઝાંસીમાં પરિવાર પરામર્શ કેન્દ્રમાં પતિ-પત્નીના ઝઘડાનો એક અજીબોગરીબ કેસ આવ્યો છે. પતિની ફરિયાદ એ છે કે તેની પત્ની ખૂબ જ દારૂ પીએ છે એટલું જ નહીં, તેને પણ પરાણે દારૂ પીવડાવે છે. આ આદતથી તંગ આવીને તેણે પત્નીને પિયર મૂકી આવવાનું કામ કર્યું છે. હેરાનીની વાત એ છે કે આ વાતનો પત્નીએ સ્વીકાર પણ કરી લીધો છે.
Updated
1 year 1 month 3 weeks 3 days 16 hours 10 minutes ago
09:45 AM
News Live Updates: સરફરાઝ ખાન પહેલાં કરતાં વધારે ફિટ બન્યો છે
ભારતના T20 કૅપ્ટન સૂર્યકુમાર યાદવે એક ઇન્ટરવ્યુમાં ખુલાસો કર્યો હતો કે સરફરાઝ ખાન પહેલાં કરતાં વધારે ફિટ બન્યો છે, કારણ કે તે પોતાની ફિટનેસ પર કામ કરી રહ્યો છે અને રિષભ પંતની સલાહ પર તે એક શેફની મદદથી ડાયટ પર ફોકસ કરી રહ્યો છે. એની પાછળનો હેતુ ઑસ્ટ્રેલિયા ટૂર પહેલાં વધુ ફિટ બનવાનો અને યોગ્ય બૉડી-શેપ મેળવવાનો છે.


