પ્રતીકાત્મક તસવીર
Updated
5 months 3 days 6 hours 24 minutes ago
09:30 PM
News Live Updates: સલમાન ખાન હાઉસ ફાયરિંગ કેસમાં મોટું અપડેટ
એક અધિકારીએ જણાવ્યું કે, ગુરુવારે દક્ષિણ મુંબઈની સરકારી જેજે હૉસ્પિટલે બૉલીવુડ અભિનેતા સલમાન ખાનના ઘરની બહાર ફાયરિંગના આરોપી અનુજ થાપનના મૃતદેહનું પોસ્ટમોર્ટમ કરાવ્યું હતું, જેણે પોલીસ લોક-અપમાં કથિત રીતે પોતાને ફાંસી આપી હતી.
Updated
5 months 3 days 6 hours 54 minutes ago
09:00 PM
News Live Updates: મહારાષ્ટ્ર કૉંગ્રેસેનો સણસણતો સવાલ
મહારાષ્ટ્ર કૉંગ્રેસે ગુરુવારે પૂછ્યું કે, શું વડા પ્રધાન નરેન્દ્ર મોદી શિવસેનાના લોકસભા ઉમેદવારો યામિની જાધવ અને રવીન્દ્ર વાયકર માટે પ્રચાર કરશે, જે બંને પર ભાજપ દ્વારા નાણાકીય ગેરરીતિઓનો આરોપ મૂકવામાં આવ્યો હતો અને કેન્દ્રીય એજન્સીઓ દ્વારા તપાસ કરવામાં આવી હતી.
Updated
5 months 3 days 7 hours 24 minutes ago
08:30 PM
News Live Updates: નરેશ મ્સ્કેને મહાયુતિના ઉમેદવાર તરીકે નોંધાવી ઉમેદવારી
નવી મુંબઈ અને મીરા-ભાઈંદરના ભાજપના કાર્યકરોએ મહારાષ્ટ્રમાં થાણે લોકસભા બેઠક માટે શિવસેનાના નરેશ મ્સ્કેને મહાયુતિના ઉમેદવાર તરીકે નામાંકિત કરવાના વિરોધમાં રાજીનામું આપવાની ધમકી આપી છે.
Updated
5 months 3 days 7 hours 54 minutes ago
08:00 PM
News Live Updates: સરકાર બચાવવા મને ઉદ્ધવ ઠાકરેએ મને સીએમ પદ ઑફર કર્યું હતું: એકનાથ શિંદે
મહારાષ્ટ્રના મુખ્યપ્રધાન એકનાથ શિંદેએ ગુરુવારે દાવો કર્યો હતો કે ઉદ્ધવ ઠાકરેએ તેમની સાથે સંપર્ક કર્યો હતો અને 2022માં રાજ્યમાં ઠાકરેની આગેવાની હેઠળની મહા વિકાસ અઘાડી (MVA) સરકારને કટોકટીમાં ડૂબ્યા પછી મુખ્યપ્રધાન પદની ઑફર કરી હતી. ડેપ્યુટી સીએમ દેવેન્દ્ર ફડણવીસે કરેલા દાવાને સાચો ગણાવ્યો હતો કે તત્કાલિન મુખ્યમંત્રી ઠાકરેએ પણ ભાજપના નેતાનો સંપર્ક કર્યો હતો અને ટોચના પદની ઑફર કરી હતી.