Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > મુંબઈની એક સોસાઈટીમાં કૂતરા સાથે લિફ્ટમાં ન જતા યુવકની ધોલાઈ

મુંબઈની એક સોસાઈટીમાં કૂતરા સાથે લિફ્ટમાં ન જતા યુવકની ધોલાઈ

29 November, 2022 08:47 PM IST | Mumbai
Gujarati Mid-day Online Correspondent | gmddigital@mid-day.com

પીડિત સુનીલ રાઠોડ કૂતરાને ફેરવવા માટે નીચે જવા લિફ્ટનો ઉપયોગ કરી રહ્યો હતો. જ્યારે લિફ્ટ નવમા માળે પહોંચી તો એક મહિલાએ પીડિતને કૂતરા સાથે બહાર નીકળવા કહ્યું કારણકે તેને એલર્જી હતી.

પ્રતીકાત્મક તસવીર

Crime News

પ્રતીકાત્મક તસવીર


મુંબઈના (Mumbai West) પશ્ચિમ વિસ્તારમાં સાકીનાકામાં (Sakinaka) એક રહેવાસી સોસાઈટીમાં (Housing Society) લિફ્ટથી ન ઉતરતા કૂતરો (Dog) ફરાવનાર 24 વર્ષીય વ્યક્તિની તેમજ તેના પાળેલા કૂતરાની ધોલાઈ (Beaten) કરવામાં આવી. પોલીસના (Police Officer) એક અધિકારીએ જણાવ્યું કે આ ઘટના સોમવારે રાતે (Monday Night) નાહર અમૃત શક્તિ વિસ્તારમાં અરુમ રહેવાસી સોસાઈટીમાં થઈ. 

તેમણે જણાવ્યું કે પીડિત સુનીલ રાઠોડ કૂતરાને ફેરવવા માટે નીચે જવા લિફ્ટનો ઉપયોગ કરી રહ્યો હતો. જ્યારે લિફ્ટ નવમા માળે પહોંચી તો એક મહિલાએ પીડિતને કૂતરા સાથે બહાર નીકળવા કહ્યું કારણકે તેને એલર્જી હતી.



તેમણે જણાવ્યું કે પીડિતે આની ના પાડી અને ઇમારતની લૉબીમાં પહોંચ્યો. તેના તરત બાદ મહિલાનો પતિ અને એક સુરક્ષા કર્મચારી કહેવાતી રીતે પાર્કિંગના ક્ષેત્રમાં તેની પાછળ પહોંચ્યા અને તેની સાથે ગાળા ગાળ શરૂ કરી દીધી.


પોલીસ અધિકારીએ જણાવ્યું કે બે વાર થપ્પડ માર્યા પછી આરોપીએ રાઠોડના હાથમાંથી એક લાકડી છીનવી અને તેને મારવાનું શરૂ કરી દીધું. તેણે કૂતરાને પણ બે વાર માર્યો. 

આ પણ વાંચો : Mumbai Local: વેસ્ટર્ન લાઇન પર લોકલ ટ્રેન સેવા ખોરવાઈ, ટ્રેનો મોડી થતાં મુસાફરો મુશ્કેલીમાં


તેમણે જણાવ્યું કે પીડિતે સાકીનાકા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.

Whatsapp-channel Whatsapp-channel

29 November, 2022 08:47 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK