Water be Expensive: મુંબઈકરો માટે પાણીની કિંમતો વધવાના સંકેત મળી રહ્યા છે. આ અનુમાન લગાડવામાં આવ્યું છે કે મુંબઈકર પાસેથી વસૂલવામાં આવતા પાણીના ભાવમાં આઠ ટકાનો વધારો થઈ શકે છે.
મુંબઈગરાં માટે પાણી થઈ શકે છે મોંઘું (પ્રતીકાત્મક તસવીર)
Water be Expensive: જ્યાં એક તરફ મુંબઈગરાંઓને પાણીકાપનો સામનો કરવો પડી રહ્યો છે તો બીજી તરફ હવે પાણીના ભાવને પણ મુંબઈકરોને ઝટકો લાગી શકે છે. મુંબઈકરો માટે પાણીની કિંમતો વધવાના સંકેત મળી રહ્યા છે. આ અનુમાન લગાડવામાં આવ્યું છે કે મુંબઈકર પાસેથી વસૂલવામાં આવતા પાણીના ભાવમાં આઠ ટકાનો વધારો થઈ શકે છે. (Mumbaikars may have to pay extra for drinking water)
જળ અભિયંતા વિભાગે બીએમસી અધિકારી ઇકબાલ સિંહ ચહલને એક પ્રસ્તાવ મોકલ્યો છે. આ પ્રસ્તાવ પર 25 નવેમ્બર સુધી નિર્ણય લઈ લેવામાં આવશે. જો પાણી પર કર વધારવાનો નિર્ણય લેવામાં આવ્યો છે અને કિંમત વધારો લાગુ થયા બાદ આને 1 ડિસેમ્બરથી લાગુ પાડવામાં આવશે. (Mumbai Water Supply News)
ADVERTISEMENT
Water be Expensive: મુંબઈકરોને દરરોજ 3,850 મિલિયન લીટર પાણીનો પૂરવઠો કરવામાં આવે છે. 2021માં, નગર પાલિકાએ પાણીના ટેરિફને દરવર્ષે વધુમાં વધુ 8 ટકા વધારવાના પ્રસ્તાવને સ્વીકૃતિ આપી દીધી હતી. આ પ્રસ્તાવને સ્થાયી સમિતિએ પણ સ્વીકૃતિ આપી દીધી છે. તેના આધારે પાલિકા દર વર્ષે 16 જૂનથી પાણીના ચાર્જમાં વધારો કરે છે. હાઇડ્રો એન્જિનિયરિંગ વિભાગે નાણાકીય વર્ષ 2023-24 માટે તેની દરખાસ્ત તૈયાર કરી છે અને આ દરખાસ્તને વહીવટી મંજૂરી માટે મોકલવામાં આવી છે. મ્યુનિસિપલ કમિશનરે જણાવ્યું હતું કે કમિશનરની કચેરીને દરખાસ્ત મળી છે અને તેના પર 25 નવેમ્બરે નિર્ણય લેવામાં આવશે.
Water be Expensive: ભાતસા ડેમનો સ્થાપના ખર્ચ, પાણી પુરવઠા માટે રાજ્ય સરકારને ચૂકવવામાં આવતી રોયલ્ટી, ડેમ અને અન્ય જાળવણી ખર્ચ, પાણી શુદ્ધિકરણ પ્રક્રિયા, વીજળીનો ખર્ચ BMC દ્વારા ઉઠાવવામાં આવે છે. આ ખર્ચની સરખામણીમાં મુંબઈવાસીઓ પાસેથી પાણી વેરો વસૂલવામાં આવે છે. ગત વર્ષે પાલિકાએ પાણીના ચાર્જમાં 7.21 ટકાનો વધારો કર્યો હતો. તેથી આ વર્ષે પાણીના ચાર્જમાં 8 ટકાનો વધારો કરવાની દરખાસ્ત પાલિકાને મોકલવામાં આવી છે.
જોકે, 25 નવેમ્બર પછી મુંબઈકરોએ પાણી માટે વધારાના ચાર્જ ચૂકવવા પડશે કે નહીં તે અંગે BMC નિર્ણય લેશે.
બૃહન્મુંબઈ મહાનગર પાલિકાએ (BMC)એ માહિતી આપી છે કે મુંબઈના તમામ વિભાગોમાં 12 દિવસ માટે 10 ટકા પાણી કાપ મૂકવામાં આવશે. બૃહન્મુંબઈ મહાનગર પાલિકા (BMC)ને પાણી પૂરું પાડતી પાઈમાં ન્યુમેટિક ગેટ સિસ્ટમમાં ઍર બ્લેડર બદલવાનું કામ કરવામાં આવશે, તેથી મુંબઈના તમામ વિભાગોમાં પાણી કાપ રહેશે. બૃહન્મુંબઈ મહાનગર પાલિકાએ (BMC) દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર, વૉટર સપ્લાય પાઇપમાં ન્યુમેટિક ગેટ સિસ્ટમમાં ઍર સિલિન્ડર બદલવાનું કામ સોમવાર 20 નવેમ્બર 2023થી શનિવાર 2 ડિસેમ્બર 2023 સુધી કરવામાં આવશે.
Water be Expensive: આ તાકીદનું સમારકામ મુંબઈ અને મુંબઈ મહાનગરપાલિકા દ્વારા થાણે, ભિવંડી મહાનગર પાલિકામાં પણ પાણી પુરવઠાને અસર કરશે. તેથી સોમવાર 20 નવેમ્બર 2023થી શનિવાર 2 ડિસેમ્બર 2023 સુધી બૃહન્મુંબઈ મહાનગર પાલિકા દ્વારા થાણે અને ભિવંડી મહાનગર પાલિકાને પાણી પુરવઠામાં 10 ટકાનો ઘટાડો કરવામાં આવશે. બૃહન્મુંબઈ મહાનગર પાલિકા થાણે અને ભિવંડી મહાનગર પાલિકાની હદમાં આવેલા વિસ્તારોમાં પાણી પૂરું પાડે છે.