Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > ઠંડીમાં ઠૂઠવાયું મહારાષ્ટ્ર: મુંબઈમાં માથેરાન જેવી ગુલાબી ઠંડી, જાણો મૌસમનો હાલ

ઠંડીમાં ઠૂઠવાયું મહારાષ્ટ્ર: મુંબઈમાં માથેરાન જેવી ગુલાબી ઠંડી, જાણો મૌસમનો હાલ

02 January, 2023 09:21 AM IST | Mumbai
Gujarati Mid-day Online Correspondent | gmddigital@mid-day.com

મુંબઈવાસીઓ હાલમાં મુંબઈમાં રહીને જ માથેરાન જેવો અનુભવ કરી રહ્યા છે

પ્રતીકાત્મક તસવીર. તસવીર/આઈસ્ટોક

પ્રતીકાત્મક તસવીર. તસવીર/આઈસ્ટોક


નવા વર્ષના પ્રથમ સપ્તાહમાં ભારતમાં ઠંડીનું મોજું ફરી વળ્યું છે. આગામી કેટલાક દિવસો સુધી ઠંડીનું જોર યથાવત રહેવાની હવામાન વિભાગે આગાહી કરી છે. આ ક્રમમાં મહારાષ્ટ્ર (Maharashtra)માં પણ ભારે ઠંડી પડી રહી છે. ઉત્તરથી દક્ષિણ તરફ ફૂંકાતા ઠંડા પવનને કારણે વર્ષનો પ્રથમ દિવસ ઠંડો રહ્યો હતો. મુંબઈ (Mumbai Weather)માં પણ છેલ્લા કેટલાક દિવસોથીએ જોર પકડ્યું છે.

મુંબઈવાસીઓ હાલમાં મુંબઈમાં રહીને જ માથેરાન જેવો અનુભવ કરી રહ્યા છે. સોમવારે, મુંબઈમાં 15.6 ડિગ્રી સેલ્સિયસ તાપમાન નોંધાયું હતું, જ્યારે કૉલાબામાં 18.5 ડિગ્રી સેલ્સિયસ તાપમાન નોંધાયું હતું. રવિવારે મુંબઈનું તાપમાન 15.6 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું. માથેરાનમાં પણ 15 ડિગ્રી તાપમાન નોંધાયું હતું. રાજ્યભરના ઘણા શહેરોમાં 11થી 12 ડિગ્રી સેલ્સિયસ તાપમાન નોંધાયું હતું.



ઉત્તર ભારતમાં શીત લહેર


નવા વર્ષની શરૂઆતમાં ઉત્તર પશ્ચિમ ભારતના મોટા ભાગોમાં ઠંડીનું મોજું પ્રસરી ગયું છે. હવામાન વિભાગે (IMD) આગામી ત્રણ દિવસમાં ઉત્તરાખંડ, પંજાબ, હરિયાણા અને ઉત્તર પ્રદેશમાં ગાઢ ધુમ્મસની આગાહી કરી છે. હવામાન વિભાગે કહ્યું છે કે ઉત્તરાખંડ, પંજાબ, હરિયાણા, ચંદીગઢ, ઉત્તર પ્રદેશ અને પશ્ચિમ મધ્ય પ્રદેશના અલગ-અલગ ભાગોમાં આગામી બે દિવસ સુધી શીત લહેર (Cold Wave) ફેલાય તેવી શક્યતા છે.

આ પણ વાંચો: ન્યુ યરનું સેલિબ્રેશન ઈશ્વરની સેવા સાથે


તાપમાનમાં 2થી 4 ડિગ્રી સેલ્સિયસનો ઘટાડો થવાની સંભાવના

ભારતીય હવામાન વિભાગના જણાવ્યા અનુસાર ઉત્તરપશ્ચિમ ભારતના મેદાની વિસ્તારોમાં હિમાલય તરફથી આવતા ઉત્તર-પશ્ચિમ પવનોને કારણે આગામી બે દિવસમાં ઉત્તર પશ્ચિમ અને અડીને આવેલા મધ્ય ભારતમાં લઘુત્તમ તાપમાનમાં બેથી ચાર ડિગ્રી સેલ્સિયસનો ઘટાડો થવાની શક્યતા છે. આના કારણે ઉત્તર રાજસ્થાનમાં મંગળવાર સુધી શીત લહેરથી લઈને તીવ્ર શીત લહેરની સ્થિતિ યથાવત રહેવાની શક્યતા છે. દિલ્હી અને આસપાસના વિસ્તારોમાં ગયા અઠવાડિયે શીત લહેરથી થોડી રાહત મળી હતી.

Whatsapp-channel Whatsapp-channel

02 January, 2023 09:21 AM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK