ત્યાર બાદ ૨૦૨૦માં પાલિકાએ બિલ્ડિંગના સમારકામ માટે નોટિસ મોકલી હતી. એમ છતાં ડેવલપર કે જમીનમાલિક દ્વારા કોઈ પગલાં લેવામાં આવ્યાં નહોતાં.
પ્રતીકાત્મક ફાઈલ તસવીર
વિરારમાં રમાબાઈ અપાર્ટમેન્ટની એક વિંગ તૂટી પડતાં ૧૭ લોકોએ જીવ ગુમાવ્યા હતા. બિલ્ડિંગ ગેરકાયદે રીતે ઊભું કરાયું હોવાના આરોપસર દુર્ઘટના બાદ બિલ્ડર નિતલ સાનેની ધરપકડ કરવામાં આવી હતી. ક્રાઇમ બ્રાન્ચને કેસ સોંપાયા બાદ તાજેતરમાં જ ૪ ડેવલપર્સ અને જમીનમાલિકની ધરપકડ કરવામાં આવી છે, જેમાં બે મહિલાઓનો પણ સમાવેશ થાય છે.
વિરારના નારંગી વિસ્તારમાં આવેલા રમાબાઈ અપાર્ટમેન્ટ માટે જમીનમાલિક પરશુરામ દળવીએ નિતલ સાને સાથે કરાર કર્યો હતો. પરશુરામ દળવીના મૃત્યુ બાદ તેમની બે પુત્રીઓ અને જમાઈઓએ આ કરાર ચાલુ રાખ્યો હતો. ગેરકાયદે રીતે બિલ્ડિંગ ઊભું કરી દેવાયું અને ત્યાર બાદ ૨૦૨૦માં પાલિકાએ બિલ્ડિંગના સમારકામ માટે નોટિસ મોકલી હતી. એમ છતાં ડેવલપર કે જમીનમાલિક દ્વારા કોઈ પગલાં લેવામાં આવ્યાં નહોતાં.
ADVERTISEMENT
આ કેસના અનુસંધાનમાં ક્રાઇમ બ્રાન્ચે શુક્રવારે શુભાંગી ભોઈર, સુરેન્દ્ર ભોઈર, સંધ્યા પાટીલ અને મંગેશ પાટીલની ધરપકડ કરીને તેમને ૧૪ દિવસ જુડિશિયલ કસ્ટડીમાં રાખ્યાં છે.


